સુનીલ શેટ્ટી (Sunil Shetty) ના ફાર્મહાઉસ ‘જહાન’માં આથિયા (Athiya) અને રાહુલ (Rahul) નાં લગ્નની વિધિ થઈ હતી. રાહુલ અને અથિયાએ સાઉથ ઇન્ડિયન (South Indian) વિધિથી લગ્ન કર્યા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં માત્ર 100 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ લગ્નમાં અથિયા તથા રાહુલે પહેર્યા છે. બંનેએ ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા છે.
આથિયા તથા રાહુલનાં લગ્નમાં પરિવાર અને મહેમાનો ઢોલના તાલે નાચ્યા હતા. મીડિયા સાથેની વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, રાહુલના સસરા નહીં, પણ પિતા બનવા માંગું છું. લગ્નનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. મળેલી માહિતી અનુસાર ભલે લગ્નમાં માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું હોવાના સમાચાર મળ્યા છે.
રિસેપ્શન મહેમાન લીસ્ટમાં બિઝનેસ, બોલિવૂડ, સ્પોર્ટ્સ અને રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ આમંત્રણ આપવામાં આવ્યું છે. દીકરા અહાન સાથે સુનીલ શેટ્ટીએ અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ ફાર્મહાઉસની બહાર આવ્યા અને મીડિયાનો આભાર માન્યો અને સાથે સાથે મીઠાઈના બોક્સ આપ્યા હતા.
આથિયા તથા રાહુલનાં લગ્નમાં ક્રિકેટર ઈશાંત શર્મા, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, વરુણ એરોન, ક્રિષ્ના શ્રોફ સામેલ થયા હતાં. લગ્નમાં આવેલા તમામ હેમાનોના હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. આ બેન્ડથી આમંત્રિત મહેમાનનો ખ્યાલ આવતો હતો. લાલ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકતું ન હતું.
View this post on Instagram
લગ્નમાં આવતા તમામ મહેમાનોનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. એવું લાગે છે કે, લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. લગ્નમાં આવેલા મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ રીતે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.