હાલમાં આપણે જાણીએ છીએ કે, બાળકો પર અત્યાચારના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન રાજસ્થાનમાંથી એવો કેસ સામે આવ્યો છે જેમાં એક માતા-પિતા વગરની બાળકી સાથે અત્યાચાર કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનના રાજસમંદમાં માતા-પિતા વગરની બાળકી સાથે પિતરાઈ ભાઈ-ભાભીએ એવું કર્યું કે, જોનારના રુંવાડા ઊભા થઈ જાય. સાત વર્ષની માસુમ બાળકી ઉપર એવી ઘટના બની હતી કે જેને જોઈને કોઈ પણ કાંપી ઉઠે. બાળકીએ કામ ન કર્યું તો તેને નગ્ન કરીને ઉંધી લટકાવી દીધી હતી અને પછી ગરમ ચિપિયા અને સિગારેટના ડામ આપ્યા હતા.
પિતરાઈ ભાઈ-ભાભીને આટલું કરવાથી મન ન ભરાયું તો ગુસ્સામાં માસૂમના નખ પણ ઉખાડી લીધા હતા. હદ તો ત્યારે થઈ કે, ગુસ્સામાં આવીને ભાઈ-ભાભી બાળકીના પ્રાઈવેટ ભાગમાં મરચું પાવટર ભરી દેતા હતા. જ્યારે અત્યાચારે હદ પાર કરી તો બાળકી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.
પરંતુ પોલીસ સ્ટેશનમાં પોલીસે માસૂમ બાળકીની વાત સાંભળવાના બદલે તેને ઘરે પરત મોકલી દીધી હતી. પાડોશમાં રહેતા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી પિતરાઈ ભાઈ અને ભાભીની ધરપકડ કરવામાં આવી હતી.
માતાના મૃત્યુ પછી પિતાએ બીજા લગ્ન કરી લીધા અને બીજી પત્ની સાથે ગુજરાતના સુરતમાં મજૂરી કરવા માટે આવી ગયા હતા. તેમજ પોતાની બાળકીને આરોપી પાસે છોડી દીધી હતી. આરોપી ભાઈ-ભાભી સવારથી લઈને રાત સુધી બાળકી પાસે કામ કરાવતા હતા.
બાળક બુદ્ધીમાં જો બાળકી રમવા જતી રહે તો ભાઈ-ભાભીનો અત્યાચાર કરતા હતા. આરોપી કિશન અને તેની પત્ની રેખાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં હતી. પરંતુ આ મામલે પોલીસનો અસંવેદનશીલ ચહેરો પણ સામે આવ્યો હતો. તેમણે માસૂમ બાળકીને કેસ નોંધાવવા માટે 8 કલાક સુધી બેસાડી રાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle