ગુજરાતમાં ચુંટણી પહેલા જ ભાજપના ત્રણ નેતાઓ વિરુદ્ધ નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) નજીક આવી રહી છે, તેમ તેમ અનેક મોટા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ ભાજપના…

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) નજીક આવી રહી છે, તેમ તેમ અનેક મોટા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ ભાજપના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જાણવા મળ્યું છે કે ગુજરાતના વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, બે નગર સેવક અને ભાજપ શહેર મહામંત્રી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઘટના એ પ્રકારે હતી કે, વડોદરાના કાસકીવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના સર્જાઈ હતી. તે અંતર્ગત અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યાર પછી ડીવાયએસપી દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે .

અનેકવાર નેતાઓ પોતાના ભાષણો દરમિયાન ભાન ભૂલી જતા હોય છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે, અને દરેક ઉમેદવારો-નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તે દરમિયાન વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતા ઉપર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળ્યું છે કે, ભાજપ શહેર મહામંત્રી અને બે નગર સેવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમના પર આ ફરિયાદ નોંધાઈ છે તેમના નામ પણ સામે આવ્યા છે. કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી. આ ત્રણ ભાજપ નેતાઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે, વડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી દરમિયાન આ ઘટના બની હતી. આ ત્રણેય નેતાઓ અહીંયા પ્રચાર માટે આવ્યા હતા. ફરિયાદી અજય તડવીએ ભાજપના આ ત્રણે નેતાઓ સામે જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે, ત્યારે આ મામલે ડીવાયએસપી દ્વારા સમગ્ર ઘટનાનો તાળ મેળવવા તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *