ઘણીવાર મોટા રાજનેતાઓ પર હુમલો થયો હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ કે ઘટના સામે આવી રહી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારનાં રોજ ઉપરાષ્ટ્રપતિ અમારુલ્લા સાલેહનાં કાફલા ઉપર બોમ્બથી હુમલો થયો હતો. આ હુમલામાં કુલ 10 લોકોના મોત નીપજ્ય હતાં. એમના બોડીગાર્ડ સહિત કુલ 12થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.
ગૃહ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં કુલ 2 બે લોકોનાં મોત નીપજ્ય હતાં. ત્યારપછી મૃત્યુઆંકમાં વધારો થયો હતો. હુમલામાં ઉપરાષ્ટ્રપતિને થોડી ઈજા પહોંચી છે. બોમ્બ વિસ્ફોટ ત્યારે થયો કે જ્યારે ઉપરાષ્ટ્રપતિનો કાફલો ગેસ સિલિન્ડરની એક દુકાન નજીકથી પસાર થઈ રહ્યો હતો. વિસ્ફોટને કારણે આજુબાજુની ઘણી દુકાનોમાં આગ લાગી ગઈ હતી.
અત્યાર સુધીમાં કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાને પણ એનો ઈનકાર કરવામાં આવ્યો છે. ઘટના સમયે હાજર એક યુવકે ન્યૂઝ એજન્સીને જણાવ્તાં કહ્યું હતું કે, તિમની વિસ્તારમાં સવારનાં 7.35 વાગ્યે વિસ્ફોટ થયો હતો.
હુમલો થયા બાદ તરત જ પોતાનાં ભાષણમાં સાલેહએ જણાવતાં કહ્યું હતું કે, તેઓ ઓફિસ જઈ રહ્યા હતાં ત્યારે એના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, તેઓ ઠીક છે પણ ઘણાં બોડીગાર્ડ ઘાયલ પણ થયા છે. વિસ્ફોટ સમયે મારો દીકરો પણ મારી સાથે જ હતો તે પણ ઠીક છે. વિસ્ફોટને કારણે મારા હાથ તથા ચહેરા ઉપર થોડી ઈજા પહોંચી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en