હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. કેટલાક બંદૂકધારીઓએ કાબુલ યુનિવર્સિટીના કેમ્પસ પર હુમલો કર્યો છે, આ ઘટનામાં ઓછામાં ઓછા કુલ 20 વિદ્યાર્થીના મોત નીપજ્યા થયા છે જ્યારે કુલ 40 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. હુમલાખોરોએ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતા તેમજ ગોળીબારની શરૂઆત કરી દીધી હતી.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવતાં કહ્યું છે કે, સુરક્ષાદળ દ્વારા કુલ 3 હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે. આની પહેલાં પણ હુમલાખોરો જ્યાં પણ વિદ્યાર્થીઓને જોતા હતા ત્યાં ફાયરિંગ કરતા હતા. કુલ 3 બંદુકધારીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા કુલ 20 લોકોના મોત નીપજ્યા છે.
આની સાથે જ કુલ 40 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો તેમજ હુમલાખોરો તથા સુરક્ષા દળોની વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ યુનિવર્સિટીમાં બુક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણાં લોકો ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.
મળી રહેલ જાણકારી મુજબ બુક એક્ઝિબિઝનમાં ઈરાનના રાજદૂત બહદોર એમિનિયન તથા સાંસ્કૃતિક બાબતના નેતા મોજતાબા નોનૂઝી ભાગ લેવાના હતા. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા તારીક અરીયને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના દુશ્મનો, શિક્ષણના દુશ્મનો કાબુલ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો.
યુનિવર્સિટીના ઉત્તર ભાગમાં આવેલ દ્વાર પર વિસ્ફોટ થયા પછી ગોળીબાર શરૂ કર્યો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બચવા માટે ભાગદોડ કરી રહ્યાં હતાં. અંદર ફસાયેલ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે.
આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. તાલિબાને જણાવ્યું છે કે, આ હુમલામાં એમના કોઈ સભ્ય સંકળાયેલ નથી. આ ઘટના પછી ‘હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રિકાઉન્સિલેશન’ ના પ્રમુખ અબ્દુલ્લા અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું હતું કે, કાબુલમાં થયેલ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની ટીકા કરું છું. શૈક્ષણિક સંસ્થાઓને ટાર્ગેટ કરવી અપરાધ છે. વિદ્યાર્થીઓને શાંતિથી અભ્યાસ કરવાનો અધિકાર છે.
دانشگاه کابل هم جز مناطق نامن کشور شد.
@kabuluniversity @mahdifakori @VladCresc pic.twitter.com/oIof2aBEFy— Madina Azizi (@madinaazizi) November 2, 2020
Kabul university students (mainly males) escaping through the walls. What happens to female students?
This photo reminds me of the Haqqani attack on American University in 2016 when I & hundreds of other students run for our lives through the walls!
what has changed since? pic.twitter.com/jF6YoKSkA2
— Ahmad Mukhtar (@AhMukhtar) November 2, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle