સુરત(Surat): શહેરમાં હાથમાં ચપ્પુ લઈને ફરતા લુખ્ખા તત્વોનો વધુ એક વીડિયો વાઇરલ(Viral video) થતા પોલીસ માટે માથાનો દુઃખાવો બની જવા પામ્યો છે. શહેરના વેસુ(Vesu) વિસ્તારમા ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈ લોકોને ડરાવતો ઈસમ પોતાને સુરત પોલીસનો કર્મચારી કહીને લોકોને ડરાવી રહ્યો હતો. જોકે વાઇરલ વીડિયોમાં નશામાં ચૂર ઈસમની હરકતો બાદ કેટલાય પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. બીજી બાજુ કોસંબામાં પીધેલા આધેડે રસ્તામાં ડ્રામા સર્જવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ હાલમાં વાઈરલ થઇ રહ્યો છે.
સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી સમગ્ર ઘટના:
સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, ખબર નહિ નશાની હાલતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતો ઈસમ પોલીસમાં છે કે, નહીં પણ લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો હતો. જોકે નશાની હાલતમાં રહેલા વ્યકિતએ પોતાને પોલીસ હોવાનું કહેતા કોઈ લોકોએ કાયદો હાથમાં ન લીધો પણ વીડિયો બનાવી વાઇરલ કર્યો કે ,આ અંગે પોલીસ કોઈ કાર્યવાહી કરે ને આવા લોકોને પાંજરે પુરાઈ તેવી લોકોની માંગ છે.
ડરામણું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ:
નશામાં ભાન ભૂલેલા ઇસમનો રૂવાબ એટલો હતો કે, જાણે પોતે જ કાઈ હોય અને કોઈને પણ મારી શકે છે. આ ઇસમ વારંવાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરતો હતો. જોકે લોકો આ યુવાનને લઈને સતર્ક હતા. માત્ર એટલું જ નહીં પણ જો કોઈને જરા પણ નુકશાન કર્યું હોત તો લોકો જરૂર તેને મેથીપાક ચખાડત. અંદાજે 10 મિનિટથી પણ વધારે આ તમાશો ચાલ્યો અને પછી લોકો પણ કંટાળી ગયા હતા અને પોત પોતાના કામે ચાલ્યા ગયા હતા.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.