સુરત(ગુજરાત): લીંબુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી લીંબુ ચોરીની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે લીંબુ(Lemon)ના ભાવને લઈને વેચવા આવેલા યુવક અને ખરીદદારો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરત(Surat)ના અમરોલી વિસ્તારમાં લીબુ ખરીદવા આવેલા યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, આ અંગે પોલીસ(Police) દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, લીંબુ ખરીદી કરવા ગયેલા યુવાન પર લીંબુ વેચનાર વ્યક્તિ સાથે ભાવને લઇને માથાકૂટ કર્યા બાદ લીંબુ વેચનાર વ્યક્તિએ તેના સાગરીતો સાથે ખરીદી કરવા આવેલા યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
સુરતના અમરોલીમાં છાપરાભાઠા રોડ પર આવેલ ગણેશપુરા નજીકની મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ કરમતભાઇ શેખ દલાલીનો વ્યવસાય કરે છે તેમનો 21 વર્ષીય પુત્ર ઈમરાન શેખ ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં તક્ષશિલા સ્કૂલ સામે મધુવન શાક માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે શાકભાજીની લારી ચલાવતા જ્ઞાન જયસ્વાલ સાથે લીંબુના ભાવ બાબતે બોલાચાલી થઈ હતી.
ત્યારપછીના વિવાદમાં જ્ઞાન જયસ્વાલે તેના ભાગીદાર આનંદ જયસ્વાલ અને તેના ભાઈ સાથે મળીને ઈમરાન શેખ પર છરી વડે હુમલો કર્યો હતો. લીંબુ ખરીદવા આવેલા યુવકને છાતી, પેટ, પીઠ અને હાથના ઉપરના ભાગે છરા માર્યા હતા.
બાદમાં ગંભીર રીતે ઘાયલ ઈમરાન શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસના ગુનામાં લીંબુ વેચાણ કરતાં ચાલુ થઈ તેના બે સાગરીતોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.