રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, પત્નીના ત્રાસથી પાંચ દિવસ પહેલા પતિએ આજીડેમ વિસ્તારના બગીચામાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે આજરોજ પત્નીએ પતિના ત્રાસના કારણે એ જ જગ્યાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જળમાં અવારનવાર રંગીલુ રાજકોટ ગુનાખોરી મામલે ચર્ચામાં રહેતું આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં પાંચ દિવસ પહેલા મૂળ બાબરા પંથકના યુવાને પત્ની તથા મહિલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે યુવકના ભાઈએ તેની પત્ની દ્વારા રૂપિયા 15 લાખની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પતિએ ઝેરી દવા પીધા બાદ પત્નીએ પણ એ જ જગ્યાએ ઝેર પીધું છે કે જ્યાં તેના પતિએ પાંચ દિવસ પહેલા ઝેર પીધું હતું.
ઉલ્લેખનીય છે કે, ઝેરી દવા પીવાના કારણે પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજે પણ તે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં છે. પતિએ ઝેરી દવા પીવાના કારણે આજીડેમ પોલીસ દ્વારા પતિને ત્રાસ આપનાર તેની પત્ની સહિતના સાસરીયાઓ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પત્નીએ પણ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પત્નીએ પતિ સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે ત્રાસ આપવાનો ગુનો દાખલ કરાવ્યો છે.
મળતી માહિતી મુજબ, આજીડેમ પોલીસને આપેલ ફરિયાદમાં મીનાક્ષીબેનએ જણાવ્યું છે કે, મારા લગ્ન અમરેલીના બાબરા પંથકના થોરખાણ ગામના મોહિત નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ હું સાસરિયામાં સંયુક્ત પરિવારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું. લગ્નના સાત મહિના મને સારી રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ સાસુ-સસરા નાની-નાની બાબતોમાં મને મેણાં ટોણાં મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.