હાલમાં જ એક અનોખી ઘટના સામે આવી છે, તમને જણાવી દઈએ કે આ એક સાચી ઘટના છે. એક ભેસે એક ભરવાડણની મદદ કરી હતી. જેમાં બન્યું એવું હતું કે બે અજાણ્યા શખ્સોએ તેમની સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી. આ ઘટના કર્નાટકના હાવેરી જિલ્લાના સવાનુર તહસીલના હીરેમરહલ્લી ગામની છે.
પોલીસ હેડક્વાર્ટર પાસેથી મળતી માહિતી અનુસાર, હીરેમરહલ્લીની રહેવાસી 30 વર્ષીય મહિલા ગામના લોકોના પાલતું પ્રાણીઓને ચરાવવા માટે લઇ જાય છે. નીલગીરી ઝાડીઓમાં ભેસને ચરાવતા સમયે આરોપી 34 વર્ષીય બસવરાજ અને 32 વર્ષીય પરશુરામેં મહિલાને તેમનું સરનામું પૂછવાના બહાને મંદિરની પાછળ લઇ ગયા હતા અને તેમની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
તે સમયે મહિલા બરોબર ડરી ગઈ હતી અને તેમણે મદદ માટે અવાજ કર્યો ત્યારે અચાનક એક ભેંસ તેમની પાસે આવી. ભેંસે ત્યાં આવતાની સાથે જ તેમના શીંગડા વડે હુમલો કર્યો અને જેને લીધે બંને શખ્સો ખુબ જ ગભરાઈ ગયા અને મહિલાને છોડીને ત્યાંથી ભાગી છૂટ્યા.
મહિલાની ફરિયાદ પર સવનુંર ગ્રામીણ પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી છે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.