સુરતમાં વેપારીના બંધ મકાનમાં ત્રાટક્યા તસ્કરો: જુઓ કેવીરીતે લાખો રોકડા અને દાગીના લઈને થયા ફરાર

સુરત(ગુજરાત): સુરતના ગોડાદરા જ્ઞાનજ્યોત સ્કુલની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટી-1 માં રહેતા એક વેપારીના મકાનમા ચોરી થઈ હતી. ચોરીમાં રોકડ અને દાગીના મળીને કુલ રૂપિયા 7.58…

સુરત(ગુજરાત): સુરતના ગોડાદરા જ્ઞાનજ્યોત સ્કુલની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટી-1 માં રહેતા એક વેપારીના મકાનમા ચોરી થઈ હતી. ચોરીમાં રોકડ અને દાગીના મળીને કુલ રૂપિયા 7.58 લાખની માલની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા છે. જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગોડાદરા પોલીસે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

ગોડાદરા પોલીસના જણાવ્યા અનુસાર, મકાન સંતોષભાઈ સબૃદ્ધિ લીંકા નામના વેપારીનું છે. ગુરૂવારની બપોરથી સાંજના સમય દરમિયાન ચોરોએ સંતોષભાઈના મકાનને નિશાન બનાવ્યું હતું. સંતોષ લીંકાના મકાનમાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ચોરીને અંજામ આપીને ત્યાંથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

સંતોષ લીંકાના બેડરૂમમાં રહેલા લાક્ડાના કબાટમાંથી તથા સુટકેશમાંથી રોક્ડા અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 7.58 લાખની ચોરી કરી ચોરો ભાગી ગયા હતા. મોડી સાંજે સંતોષ લીંકા ઘરે આવતા ઘરમાં બધુ વિરવિખેર પડ્યું હતું. ત્યારબાદ તેઓએ ઘરના બેડરૂમમાં પ્રવેશીને જોતા ઘરમાંથી ચોરી થયો હોવાનો જાણવા મળતા તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. ત્યારબાદ ગોડાદરા પોલીસ મથકમાં આ અંગે સંતોષ લીંકાએ જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *