વિશ્વનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ: આઈફોન ખરીદી શકો તેટલુ મોંઘુ હોય છે એક સ્કૂપ- કિંમત જાણીને આંખે અંધારા આવી જશે

તમે ક્યારેય વિચાર્યું છે કે, સોનાથી સજ્જ થયેલ આઈસક્રીમનો સ્વાદ કેવો હશે અને તેમને ચાખ્યા બાદ તમને કેવો અહેસાસ થશે. ના, તમે નહિ આમના વિશે જરા પણ નહિ વિચાર્યું હોય. અમે તમને જણાવી દઈએ કે, માર્કેટમાં હવે સોનાથી સજ્જ થયેલો આઈસ્ક્રીમ પણ ઉપલબ્ધ છે. આ આઈસક્રીમ એટલો મોંઘો છે કે, જેના એક સ્કુપની કિંમત જાણીને તમને આખે અંધારા આવી જશે. હા, ખરેખર એક સ્કુપની કિંમત 10 ગ્રામ કરતાં વધુ શુદ્ધ સોના એટલે કે તેમાંથી એક આઈફોન ખરીદી શકાય છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે, આ આઈસક્રીમમાં બીજું શું આવે છે તે પણ તમને જણાવી દઈએ જે આઈસક્રીમ ને ખુબ જ કિંમતી બનાવે છે.

આ આઈસક્રીમ પર સોનાની કણીનો છટકાવ કરવામાં આવે છે ત્યારબાદ લોકોને પીરસવામાં આવે છે. પણ નોંધનીય છે કે, એક સ્કુપની કિંમત 60 હજાર રૂપિયા છે. દુબઈના સ્કુપી કેફે દ્વારા આ આઈસક્રીમને લોન્ચ કરવામાં આવ્યો છે. જે આઈસ્ક્રીમ વિશ્વનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ છે.

ટ્રાવેલ બ્લોગર અને અભિનેત્રી શેનાઝ ટ્રેઝરીએ તાજેતરમાં જ દુબઈના પ્રવાસ દરમિયાન વિશ્વના સૌથી મોંધા આઈસ્ક્રીમનો સ્વાદ પણ ચાખ્યો હતો. આ સાથે તેમણે આ ‘બ્લેક ડાયમંડ’ આઇસક્રીમ ખાતો પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીઓ શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, એવું તો શું છે જે પૈસાથી ન ખરીદી શકીએ? એક આઈસ્ક્રીમના 60,000 રૂપિયા!, મને એવું લાગી રહ્યું છે કે, હું દુબઈમાં સોનું ખાઈ રહી છુ. આ આઈસ્ક્રીમ દુનિયાની સૌથી મોંધુ આઈસ્ક્રીમ છે. આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ ખાવાનું ખુબ જ રસપ્રદ હતું અને તેણે મને આ આઈસ્ક્રીમ મફતમાં આપ્યું.

સ્કૂપી કેફે દ્વારા શરૂ કરવામાં આવેલ ‘બ્લેક ડાયમંડ’ આઈસ્ક્રીમમાં વેનીલા આઈસ્ક્રીમની સાથે તેમની ઉપર ઈરાની કેસર અને બ્લેક ટ્રફલ સાથે 23 કેરેટ ખાદ્ય ગોલ્ડથી આઈસ્ક્રીમની સજાવટ કરવામાં આવે છે. આ મોંઘી કિંમતના આઈસ્ક્રીમ પીરસવાની રીત પણ અનોખી છે. આ આઈસ્ક્રીમ ખુબ જ સુંદર સોનેરી અને કાળા રંગના કપમાં પીરસવામાં આવે છે.

દુબઈમાં આ સ્કુપી કેફે એક વાર નહિ પરંતુ અનેકવાર આ પ્રકારની ભવ્ય અને વિશિષ્ટ વાનગીઓ રજુ કરે છે. હાલમાં જ તેમને 23 કેરેટ ખાદ્ય સોનાથી શણગારેલી કોફીનો એક ફોટો શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *