BJP સાંસદ નારણ કાછડિયાની ધમકી: મારા જમાઈના કોન્ટ્રાક્ટમાં વાંધો ન કાઢતો, નહિતર…

Published on Trishul News at 1:25 PM, Sat, 28 October 2023

Last modified on October 28th, 2023 at 1:30 PM

Audio of Naran Kachdia threatening Vice President: સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી અને અમરેલી ભાજપ સાંસદ નારણ કાછડીયાનું એક કોલ રેકોર્ડિંગ ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે. જેમાં અમરેલી ભાજપના સાંસદ સભ્ય નારણ કાછડીયાએ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકી આપી રહ્યા છે. ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ કોલ રેકોર્ડિંગમાં કોઈ કન્સ્ટ્રકશન સાઈટને લઈને તેઓ ધમકી આપી રહ્યા છે.

નારણ કાછડિયા ફોન પર સામા પક્ષના વ્યક્તિને ધમકાવતા હોય તેવા પ્રકારના શબ્દો સાંભળવા મળી રહ્યા છે. ભાજપ સાંસદ નારણ કાછડિયા સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને કહી રહ્યા છે કે, આ કન્સ્ટ્રકશન સાઈટ મારા જમાઈની છે જો તેમાં કોઈએ કઈ કર્યું તો હું ઓછો નહિ ઉતરું. ડી.કે. તો મરી ગયો છે અને તારું રાજકારણ નાનું છે.

‘તું ક્યાંય મારી વચ્ચે પડતો નહીં’
જેના પર નગરપાલિકાના ઉપપૃમુખ પ્રતિક નાકરાણી કહી રહ્યા છે કે, સાહેબ તમે કહો એની કસમ તમને કોઈ કહેને તો હું તમને પગે પડી જઉં. જેના પર સાંસદ કહી રહ્યા છે કે ડી.કે તને કહે એમ કરતો નહીં. કોઈના કહેવાથી કે વાતમાં આવીને તું ક્યાંય પણ મારી વચ્ચે પડતો નહીં. નગરપાલિકામાં પેશાબના બે ટીપાં વધારે પડશે તો પણ મને તરત ખબર પડી જશે. મારું 30 વર્ષનું રાજકારણ છે. મને નગરપાલિકામાં જ નહીં બીજે ક્યાં શું કરવું એની બધી ખબર પડે છે. ભાજપના નેતાની વાતચીતનો ઓડિયોને લઇ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

Be the first to comment on "BJP સાંસદ નારણ કાછડિયાની ધમકી: મારા જમાઈના કોન્ટ્રાક્ટમાં વાંધો ન કાઢતો, નહિતર…"

Leave a comment

Your email address will not be published.


*