દુષ્કર્મ (Mischief)ના કેસો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં પણ હવે તો દુષ્કર્મના કિસ્સાઓનો આકડો ખુબ જ વધી ગયો છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદ(Ahmedabad) શહેરમાંથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં, અમદાવાદના ગોમતીપુર વિસ્તાર (Gomtipur area)માં સગીર વયની કિશોરીને તેના જ માસીએ પોતાના મિત્ર પાસે મોકલી દુષ્કર્મ આચરવામાં મદદ કરી છે. આ પછી સગીરાને ગર્ભ રહી જતા તબીબી તપાસમાં સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાને પગલે પોલીસે સગીરાની માસી અને દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી છે.
આ ઘટનામાં ચોકાવનારી બાબત તો એ છે 15 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીની મદદ કરવામાં અન્ય કોઈ નહીં, પરંતુ સગીરાના સગા માસી જ હોવાનું ખુલ્યું છે. આરોપીનું નામ બળદેવ સાગઠીયા છે. 15 વર્ષીય સગીરાના શરીરમાં ફેરફારો જણાતા માતા સગીરાને ડોક્ટર પાસે લઇ ગઈ હતી, તેથી તપાસ દરમિયાન સગીરાને 7 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પછી પૂછપરછ કરતા સગીરાએ તેની સાથે બનેલી ઘટના જણાવી હતી.
મળતી માહિતી અનુસાર, અંદાજે નવ મહિના પહેલા સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી, તે સમયે માસીનો મિત્ર બળદેવ સાગઠીયા ત્યાં આવ્યો હતો અને તેણે સગીરાની માસીને સગીરા સાથે પ્રેમ સંબંધ કરાવવા માટે જણાવતા કિશોરીની માસી જ સગીરા અને આરોપીને એક ઘરમાં લઈ ગઈ હતી. જ્યાં સગીરાની માસીએ તેને અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા બળદેવ સાગઠીયાએ સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ પછી પણ આરોપી થોડાક દિવસો બાદ ફરી એકવાર સગીરા જ્યારે તેના માસી સાથે જઈ રહી હતી, ત્યારે સગીરાને તેના ઘરે છોડવાનું કહીને પોતાની બાઈક ઉપર બેસાડી પોતાના ઘરે લઇ જઇ બીજી વાર તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. જેથી સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી બળદેવ સાગઠીયા પરિણીત છે અને તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા છે. તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા પરિવારને જાણ થઈ હતી. તેથી પરિવારની ફરિયાદ આધારે પોલીસે આરોપીની તેમજ પીડિતાની માસીની પણ ધરપકડ કરી છે. તેમજ સગીરાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.