તાજેતરમાં એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ડરી જશો. જાણવા મળ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં એક ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઢીંગલી એક ઝાડ પર હિંચકા ખાતી જોવા મળે છે અને પવનની લહેર સાથે ઝૂલતી રહે છે. સ્થાનિક લોકો આ ઢીંગલીને ભૂતિયા ઢીંગલી કહે છે. અને તેમનું કહેવું છે કે, જે વ્યક્તિ આ ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.
જાણવા મળ્યું છે કે, આ મામલો નોર્થ ક્વિન્સલેન્ડનો છે. ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ઢીંગલી બદનસીબ લઈને આવી છે. તેની આસપાસ કોઈ પસાર થાય તો તેની અસર તે વ્યક્તિ ઉપર પણ પડે છે. લોકો આ ઢીંગલી વિશે વાત પણ કરવા નથી માંગતા. લોકોનું કહેવું છે કે, જે તેની નજીક જાય તેમના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.
ડેઈલીમેઈલના રિપોર્ટ અનુસાર અહીંના લોકોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં આ ઢીંગલીને જોયા બાદ અનેક લોકો સાથે અકસ્માત પણ સર્જાયો છે. હિનચિનબ્રુકના સાંસદ નિક ડેમેટ્ટોનું કહેવું છે કે, એવું લાગે છે કે અહીં રહેનારી દરેક વ્યક્તિ આ ઢીંગલી વિશે જાણે છે. પરંતુ, તેના વિશે કોઈ પણ વાત કરવા માંગતુ નથી. રિપોર્ટ અનુસાર જ્યારે લોકો સાથે આ વાતચીત કરીને આ ઢીંગલી વિશે જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી તો કોઈએ તેના વિષે વાત કરી નહીં.
આ ઢીંગલી ક્યાંથી આવી અને ક્યારે એક ઝાડની ડાળ પર બનાવેલા હિંચકા પર ઝૂલવા લાગી તે કોઈ કહેતું નથી. આ દરમિયાન શહેરમાં રહેતા એક વેપારીએ કહ્યું કે, આ ઢીંગલીને એક પ્રેમી જોડાએ બનાવી હતી જે શહેરમાં કઈંક રંગ ફેલાવવા માંગતા હતા. પરંતુ આ જોડા અંગે કોઈને કશું ખબર નથી.
કહેવાય છે કે, આ પ્રેમી જોડું અત્યારે ગાયબ થઈ ગયું છે અને આ ઢીંગલી કદાચ તેમની સાથે જોડાયેલી હોઈ શકે છે. જોકે, સ્થાનિક પ્રશાસન દ્વારા તેના પાછળની કહાની જાણવામાં લાગી છે. પરંતુ પ્રશાસન સામે એક સમસ્યા આવી છે કે, કોઈ પણ અધિકારી તેની નજીક જવા માંગતો નથી. આવામાં ઢીંગલી વિશે તપાસ કેવી રીતે થશે હવે તે એક મોટો સવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.