ટ્યુશનેથી પરત ફરી રહેલી યુવતીની રીક્ષા ડ્રાઈવરે છેડતી કરતા ચાલુ ઓટોમાંથી લગાવી છલાંગ અને… – જુઓ વિડીયો

મહારાષ્ટ્ર(Maharashtra)ના ઔરંગાબાદ(Aurangabad)માં રીક્ષા ડ્રાઈવરે(Rickshaw driver) એક યુવતીની છેડતી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓટો ડ્રાઈવરની છેડતીને કારણે યુવતીએ પોતાને બચાવવા માટે ચાલતી ઓટોમાંથી છલાંગ લગાવી હતી જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સ્થાનિક લોકોએ તેને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીનું નિવેદન લઈને કેસ નોંધ્યો હતો. ઘટનાસ્થળના સીસીટીવી વિડીયો(CCTV video)ને આધારેઆરોપીને બે કલાકમાં ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી ઓટો ડ્રાઈવર સૈયદ અકબર સૈયદ હમીદ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સગીર 13 નવેમ્બરની સાંજે તેનું ટ્યુશન પૂરું કરીને ઓટોમાં તેના ઘરે જઈ રહી હતી. રસ્તામાં ઓટો ડ્રાઈવરે તેની સાથે અશ્લીલ વાત કરી અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આ જોઈને યુવતી ગભરાઈ ગઈ અને તે ઝડપથી ઓટોમાંથી કૂદી ગઈ હતી.

આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારની છે, પીડિતાએ પોલીસને જણાવતા કહ્યું કે, તેણે ટ્યુશન પૂરું કર્યા પછી ઓટો પકડી હતી. થોડે દૂર ચાલ્યા પછી, આરોપી ઓટો ડ્રાઈવરે તેની છેડતી કરવાનું શરૂ કર્યું, તેને લાગ્યું કે તેની સાથે કંઈક ખોટું થઇ રહ્યું છે. તે જ સમયે, ઔરંગાબાદના સિલ્લી ખાના વિસ્તારમાં જતા સમયે તેણે ઓટોમાંથી છલાંગ લગાવી હતી, જેમાં તેને માથામાં ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે, યુવતીને ઓટો રિક્ષા વિશે કોઈ માહિતી નહોતી. આરોપી સુધી પહોંચવા માટે વિસ્તારના ઘણા સીસીટીવી તપાસવામાં આવ્યા અને ઓટોનો નંબર મળી આવ્યો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઓટોમાં મુસાફરી કરતા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ ઓટો રિક્ષામાં બેસીને પોતાના મોબાઈલમાં ઓટોનો ફોટો લે. જેના કારણે તેઓ સુરક્ષિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *