કોરોનાનું સંક્રમણ દેશભરમાં સત્તત વધી રહ્યું છે અને કેટલાય લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આવા કપરા કાળમાં ઘણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને ઘણા ટ્રસ્ટો દ્વારા લોકોની સેવામાં કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ મળતી માહિતી મુજબ એક રિક્ષાચાલક વિનામૂલ્યે કરી રહ્યો છે લોકોની મદદ, તો ચાલો જાણીએ સમગ્ર અહેવાલ….
કોરોનાના આ કપરા કાળમાં કેટલાક લોકો માનવતાને નેવે મુકીને ઓક્સીજન અને ઈન્જેક્શનની કાળાબજારી કરીને લોકોને ખુલેઆમ લુટી રહ્યા છે તો કેટલાક લોકો એવા છે જે લોકોની મદદ અને સેવા કરવા માટે સર્વસ્વ ન્યોછાવર કરી રહ્યા છે.
તમને એક એવા વ્યક્તિની વાત કરવામાં આવે તો ભોપાલમાં રહેતા એક રિક્ષાચાલક જાવેદે કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરવા માટે પોતાની પાસે રહેલી ઓટોરિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. એટલું જ નહી પરંતુ તેમને રીક્ષામાં ઓક્સીજન સીલીન્ડરની સાથે સેનિટાઈઝરની પણ સુવિધા કરી છે. આ રિક્ષાચાલક દર્દી પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ ભાવે આ સેવા કરી રહ્યો છે.
રિક્ષાચાલક એક દિવસના માંડ માંડ 200 થી 300 રૂપિયા કમાતો હતો. તેમની પાસે પૈસા પણ ન હતા જેથી હવે પોતાની ઓટો એમ્બ્યુલન્સનો ખર્ચ વધી જવાને કારણે રિક્ષાચાલકે સેવાને શરૂ રાખવા માટે પોતાની પત્નીના દાગીના પણ વેચી નાખ્યા છે. ખરેખર સલામ છે આવું માનવતા ભર્યું કામ કરી રહેલ રિક્ષાચાલકને.
વર્તમાન સમયમાં કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોચવા માટે એમ્બ્યુલન્સના પણ ફાફા પડે છે અને ગરીબો પાસે પૈસા ન હોવાને કારણે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ પણ મેળવી શકતા નથી. આવી ગંભીર પરીસ્થીતીમા જાવેદે જે લોકોને એમ્બ્યુલન્સ નથી મળતી તેવા ગરીબ લોકોને હોસ્પિટલ જવું હોય તો તે પોતાની રીક્ષા દ્વારા દર્દીને વિનામૂલ્યે હોસ્પિટલ સુધી પહોચાડે છે.
જાવેદે કહ્યું છે કે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકોની મદદ કરવી એ જ સૌથી મોટી માનવતા છે અને આ માટે મારે જે કઈ પણ કરવું પડે તે કરવા માટે તત્પર છું. દિલથી નમન છે આ વ્યક્તિને જે પોતાની પાસે પૈસા ન હોવા છતાં લોકોની મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.