ગુજરાત(Gujarat): રાજ્યમાં CNG ગેસનાં ભાવમાં વધારો થયા પછી વિવિધ રિક્ષા ચાલક યુનિયનો(Rickshaw driver unions)ની ભાડું વધારવાની માંગને વાતચીત કર્યા બાદ સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવેલ છે. જે મુજબ હવે 1.2 કિલોમીટર રીક્ષાની સવારી માટે મિનિમમ ભાડુ 20 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું પણ વધારીને 15 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. રિક્ષા ભાડામાં કરવામાં આવેલો આ ભાવ વધારો(Rickshaw fares increase) 10મી જૂનથી લાગુ થઇ જશે. આ નિર્ણય પછી હવે મોંઘવારી(Inflation)નો માર સહન કરી રહેલા લોકોને રિક્ષામાં સવારી કરવી પણ વધુ મોંઘી થઈ જશે.
જણાવી દઈએ કે, રિક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મિનિમમ ભાડુ તથા કિલોમીટર દીઠ ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે જો કોઈ મુસાફર રિક્ષામાં મુસાફરી કરે છે તો તેને 1 કિલોમીટર દીઠ 2 રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે. વાત કરવામાં આવે તો હકીકતમાં રિક્ષા ચાલકોએ ઓછામાં ઓછું ભાડુ રૂ.30 તથા કિલોમીટર દીઠ 15 રૂપિયાનું ભાડું વધારવાની માંગ કરી હતી.
માર્ચ 2023 સુધી રિક્ષા ભાડામાં નહિ થઇ શકે વધારો:
સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય સાથે રિક્ષા એસોસિએશનોએ પણ સંમતિ દર્શાવી છે. હવે આગામી 31મી માર્ચ 2023 સુધી CNG ગેસના ભાવમાં વધારો થાય કે પછી ગેસ પર સરકારનો ટેક્સ વધે તો પણ રિક્ષાના ભાડામાં વધારો નહિ કરવાની પ્રમુખો દ્વારા ખાતરી આપવામાં આવી છે.
CNG ગેસના ભાવ વધતા ભાડામાં વધારો કરવાની રિક્ષા ચાલકોની હતી માંગ:
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી રિક્ષા ચાલકો દ્વારા CNG ગેસના ભાવમાં વધારા સામે ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પરિણામે હડતાલ અને આંદોલન પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે સરકાર દ્વારા તેમની માંગણી પર વાતચીતો કરીને 2-2 રૂપિયાનો ભાવ વધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.