અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમાની સુરતના વેપારીએ વધારી સુંદરતા- 350 કેરેટ ડાયમંડનો મુકુટ ભગવાનના મસ્તક પર બિરાજમાન

Ayodhya Ram Mandir: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના(Ayodhya Ram Mandir) કાર્યક્રમ બાદ પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.22 જાન્યુઆરી બાદ પણ આજે મોટી સંખ્યામાં ભક્તો રામ લલાના દર્શન કરવા જઈ રહ્યા છે.તેમજ ભગવાનને દિલ ખોલીને ડેન સ્વરૂપે વિવિધ ભેટ સોગાતો અર્પણ કરી રહ્યા છે.ત્યારે સુરતમાંથી પણ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકે મુકુટ આપ્યો હતો.તેમજ વસંતપંચમીના દિવસે 350 કેરેટ લેબગ્રોન ડાયમંડથી શણગારેલું મુકુટ રામલલ્લાની મૂર્તિની શોભા વધારી હતી.

લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકએ ભગવાન શ્રી રામને મુકુટ અર્પણ કર્યો
સુરતમાંથી લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકએ ભગવાન શ્રી રામને સરસ મઝાનો લેબગ્રોન ડાયમંડમાંથી તૈયાર મુકત અર્પણ કર્યો હતો.ત્યારે આ મુકુટ આપનાર મુકેશ પટેલે કહ્યું હતું કે, આ મુકુટ યુગો સુધી રામલલ્લા સાથે રહેશે. આ અત્યંત આનંદ અને ભગવાન પ્રત્યેની ભક્તિની ક્ષણ રહી છે. આપણે આવા પવિત્ર પ્રસંગમાં ફાળો આપતા રહીએ.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ ભક્તો દ્વારા ભેટોની રેલમછેલ કરવામાં આવી રહી છે.તેમજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે.

‘રામ માટે ભવ્ય મુકુટની રચના કરવાની તક મળી તે સન્માનથી વિશેષ છે’
આ અંગે મુકેશ પટેલે વધુમાં કહ્યું કે, પ્રભુ શ્રી રામ માટે ભવ્ય મુકુટની રચના કરવાની તક મળી તે સન્માનથી વિશેષ છે. સદીઓના અતૂટ રાષ્ટ્રીય ઉત્સાહ અને સામૂહિક દ્રઢતા પછી પ્રભુ શ્રી રામના મંદિરનું નિર્માણ કરવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે.ગ્રીનલેબ ડાયમંડના કારીગરો દ્વારા આદર અને ચોકસાઈથી તૈયાર કરાયેલું આ મુકુટ કારીગરી અને પર્યાવરણીય ચેતનાના શિખરનું પ્રતીક છે. 4000 ગ્રામનું ગોલ્ડ મુકુટ એક શ્રેષ્ઠ કૃતિ છે. તેમાં 350 કેરેટ હીરા, 450 કેરેટ રત્નો અને 650 કેરેટ મોતી જડવામાં આવ્યા છે. આ તમામ ધાતુ, રત્નો પર્યાવરણને નુકસાન કર્યા વિના નૈતિક રીતે મેળવવામાં આવ્યા છે.

લેબોરેટરીમાં ઉત્પાદિત ગ્રીન ડાયમંડનો ઉપયોગ કરાયો છે
આ મુકુટમાં લેબોરેટરીમાં ઉત્પાદિત ગ્રીન ડાયમંડનો ઉપયોગ કરાયો છે. જે પર્યાવરણ પ્રત્યેની અમારી જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. જવાબદાર ઉત્પાદન પ્રથાઓ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા જાળવી રાખીને આ સમૃદ્ધિનું પ્રતીક છે. જેમ મુકુટ દેવતાની કૃપા કરે છે, તે પરંપરા અને નવીનતા, આદર અને જવાબદારીના દીવાદાંડી તરીકે કામ કરે છે. તેની સુંદરતા સમયને પાર કરે છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ભક્તિની ટેપેસ્ટ્રીમાં એકસાથે વણાટ કરે છે.