ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતાં 8 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ

TamilNadu Blast: તમિલનાડુના વિરુધુનગરમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ(TamilNadu Blast) થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 9…

TamilNadu Blast: તમિલનાડુના વિરુધુનગરમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ(TamilNadu Blast) થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પ્રાથમિક તપાસને ટાંકીને પોલીસે જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે અને વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. આ ઘટના વેમ્બકોટ્ટાઈ પોલીસ સ્ટેશન હેઠળની એક જગ્યાએ બની હતી.

વિસ્ફોટમાં ચાર ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ફટાકડાની ફેક્ટરી સિવાય ચાર ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. આ ફેક્ટરીનો માલિક વિજય નામનો વ્યક્તિ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

કૃષ્ણગિરી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો
પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત ફેક્ટરીના કેમિકલ મિક્ષિંગ રૂમમાં થયો હતો, ઘટના કેવી રીતે બની? તેની વધુ તપાસ ચાલુ છે. ગયા વર્ષની શરૂઆતમાં, રાજ્યના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

અનેક ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે
તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે. અહીં અનેક ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે, જેની પાસે સરકારી લાઇસન્સ નથી. આવી ફેક્ટરીઓમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને કામદારો દરેક ક્ષણે પોતાનો જીવ જોખમમાં મુકીને કામ કરે છે. ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં વિરૂધુનગર જિલ્લામાં ફટાકડાની બે ફેક્ટરીમાં વિસ્ફોટ થયા હતા. રંગાપલયમ અને કિચિનિયાકાનાપટ્ટીમાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીઓમાં થયેલા વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.

તમિલનાડુનો વિરુધુનગર જિલ્લો ફટાકડાના ઉત્પાદનના હબ તરીકે ઓળખાય
ગયા વર્ષે જુલાઈમાં તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના પઝાયાપેટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ક્રિષ્નાગિરી એસપીએ આ વિસ્ફોટમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. વિસ્ફોટની અસરને કારણે ફેક્ટરીની નજીક આવેલા મકાનો અને કેટલીક દુકાનોને નુકસાન પહોંચ્યું હતું. મે 2023માં રાજ્યના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. તમિલનાડુનો વિરુધુનગર જિલ્લો ફટાકડાના ઉત્પાદનના હબ તરીકે ઓળખાય છે.