છેલ્લા એક વર્ષ દરમિયાન દિલ્હીમાં વારંવાર આંદોલન કરી રહેલા તમિલનાડુના ખેડૂતો અલગ અલગ રીતે પ્રદર્શન કરીને સમાચાર ના માધ્યમોમાં ચમકતા રહેતા હતા. પરંતુ હવે આ ખેડૂત આગેવાનો દ્વારા આંદોલનનો નાટકીય અંત લાવવામાં આવ્યો હોય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તમિલનાડુના ખેડૂતો દ્વારા ક્યારેક ઉંદરડા ખાઈ ને, ક્યારેક મનુષ્યનું મૂત્ર પી ને, ક્યારેક મળ ખાઈને, ક્યારેક તો ફાંસીએ લટકવાનો નાટક, ક્યારેક તો માનવ હાડકાઓ સાથેના હાર પહેરીને ડાન્સ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ તમામ ખેડૂતોનું કહેવું હતું કે અમે તમામ હદ સુધીના પ્રદર્શન કર્યા પરંતુ સરકારે તેમની માંગો માની નહીં.
પરંતુ બીજેપી અધ્યક્ષ અમિત શાહની મુલાકાત બાદ તમિલનાડુના કિસાન નેતા ઐય્યાકન્નું દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ખેડૂત નેતા ઐય્યાકન્નું દ્વારા જાહેરાત કરવામાંં આવી આવી હતી કેેે, 111 ખેડૂતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ માં વારાણસીથી ચૂંટણી લડશે. આ જાહેરાત બાદ દોડતા થયેલા ભાજપ અધ્યક્ષ પોતાના અથાગ પ્રયાસો થી ખેડૂતોનો ખેલ પાડી દીધો છે. ખેડૂત નેતા ને ભાજપ તરફ કરવામાં સફળ રહ્યા છે.
ખેડૂત નેતા ઐય્યાકન્નું એ તમિલનાડુ થી આવેલા ખેડૂતો સાથે મળીને દિલ્હીમાંં જંતર મંંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિશ્વભરના મીડિયાએ પોતાના રિપોર્ટમાં દર્શાવ્યું હતું. પરંતુ ખેડૂત નેતા અગમ્ય કારણોસર પાણીમાંં બેસી જતા ચૂંટણી નહીં લડે અને પોતાનું આંદોલન સમેટી લેશે તેવી જાહેરાત કરી છે.
પોતાના મુદ્દાને લઈને સમાચારને હેડલાઈનમાં રહેતા હતા, ખેડૂતોએ વારાણસી જઈને લોકો પાસેથી ભીખ માંગી ને પૈસા ભેગા કરીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફોર્મ ભરવાનું એલાન પણ કરી દીધું હતું. રાષ્ટ્રીય દક્ષિણ ભારત રિવર લિન્કિંગ ના પૂર્વ અધ્યક્ષ ઐય્યાકન્નું એ હવે કહ્યું છે કે, ખેડૂતો હવેે ચૂંટણી નહીં લડે. તેઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની મોટા ભાગની માંગો ને સ્વીકારી લીધી છે જેથી હવે તેઓ ચૂંટણી નહિ લડે..
નોંધનીય વાત એ છે કે ખેડૂત નેતા ઐય્યાકન્નું એ પોતાનુંં કિસાન સંગઠન શરુ કર્યું એ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સંલગ્ન કિસાન યુનિયનના સભ્ય હતા.આમ દેશવાસીઓ માં ચર્ચા છે કે ઘીના ઠામમાં જ ઘી પડયું.