ટીવીના જાણીતા બાલવીર બાળ અભિનેતાનું રોડ દુર્ઘટનામાં મોત, માતા-પિતાની હાલત પણ ગંભીર

ટીવીના ફેમસ ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવારે એક અકસ્માતમાં તેનું મોત થયું છે. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’ અને સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલમાં તે પોતાના રોલ માટે જાણીતો છે.

સૂત્રો મુજબ છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 14 વર્ષીય શિવલેખ સિંહની મોત થઈ હતી. જાણકારી મુજબ ઘટનામાં તેના માતા-પિતા સહિત ત્રણ લોકો ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા છે. આ ઘટના બાદ પૂરી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

રાયપુર જિલ્લાના પોલીસ ઓફિસર આરિફ શેખે પીટીઆઈને જણાવ્યું કે, જિલ્લાના ઘરસીવા પોલીસ ક્ષેત્રની અંદર કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં કાર સવાર ટેલિવિઝન બાળ કલાકાર શિવલેખ સિંહનું મોત થયું અને તેની માં લેખના સિંહ, પિતા શિવેન્દ્ર સિંહ અને એક અન્ય વ્યક્તિ નવીન સિંહ ઘાટલ થઈ ગયા છે. આરિફ શેખે પીટીઆઈને જણાવ્યું કે આ ઘટના લગભગ 3 વાગ્યા આસપાસ થઈ હતી.

આરિફ શેખે જણાવ્યું કે પોલીસને જાણકારી મળી છે કે શિવલેખ અને તેના પરિવારજનો એક કારમાં બિલાસપુરથી રાયપુર માટે રવાના થયા હતા. જ્યારે તે ઘરસીવાં પોલીસ ક્ષેત્રમાં હતા, ત્યારે જ તેમના કારની સામેથી આવી રહેલા ટ્રકના પાછલા ભાગથી અથડાઈ. આ ઘટનામાં શિવલેખનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. આ ઘટના બાદ પોલીસદળને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા અને શિવલેખનો શવ અને તેના ઘાટલ પરિવારજનોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ઘાયલોને રાયપુરના એક નજીકના હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

પોલીસ ઓફિસરે જણાવ્યું કે પોલીસે કેસ દાખલ કરી લીધો છે. ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ટ્રક ચાલકની શોધ કરી રહી છે.

શિવલેખ સિંહ ટીવીમાં ‘ઈન્ડિયાસ બેસ્ટ ડ્રામેબાઝ’, ‘સંકટમોચન હનુમાન’, ‘સસુરાલ સિમર કા’, ‘ખિલાડી’, ‘બાલવીર’, ‘શ્રીમાન જી’, ‘અકબર બીરબલ’માં નજરે આવી ચૂક્યો છે. જણાવી દઈએ કે શિવલેખનો પરિવાર ગત 10 વર્ષોથી મુંબઈમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *