મથુરામાં આશ્રમમાં હાથી (elephant) પર બેસતી વખતે યોગ (yoga) શીખવતા સમયે યોગ ગુરુ બાબા રામદેવને (ramdev) સંતુલન ન રહેતા હાથી પરથી પડી ગયા હતા. જેના કારણે આશ્રમમાં હંગામો થયો હતો. આ સમય દરમ્યાન તેને કોઈ ઈજા થઈ ન હતી અને તે સામાન્ય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.
બાબા રામદેવ સંતો સાથે મથુરાના ગોકુલ રામનરાતીમાં શરણના આશ્રમમાં ગયા હતા. આ દરમિયાન, સોમવારે સવારે તેઓ સંતોને યોગ શીખવવા આશ્રમમાં પહોંચ્યા હતા. કંઈક નવું અજમાવવા બાબા રામદેવ આશ્રમમાં એક હાથી પર સવાર થયા અને યોગની પ્રેક્ટિસ શરૂ કરી. જ્યારે તે ભ્રમરી પ્રાણાયામની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક હાથી ચાલવા લાગ્યો. આ તેમનું સંતુલિત બગડતા તે નીચે પડી ગયા હતા. આથી ત્યાં હંગામો થયો. આશ્રમના લોકો તાત્કાલિક તેમની પાસે દોડી આવ્યા હતા, જોકે બાબા રામદેવને કોઈ ઈજા પહોંચી ન હતી અને તે એકદમ સામાન્ય છે.
Mathura: Baba Ramdev doing yoga atop an elephant, the elephant disturbs Baba’s balance. Hope he recovers soon from his injuries without getting admitted in any hospital that uses allopathy or ‘western’ science.
pic.twitter.com/p8FdWBq6dy— Shivam Vij (@DilliDurAst) October 13, 2020
જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોએ જુદી જુદી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. 22 સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, બાબા રામદેવ પગની પલાઠી વાળીને કોઈ ટેકો કે રક્ષણ લીધા વગર હાથી પર બેસીને યોગ શીખવી રહ્યા છે. આ સમય દરમિયાન હાથી થોડો આગળ ચાલે છે. શરૂઆતમાં બાબા પોતાને આરામ આપે છે પરંતુ ફરીથી જ્યારે હાથી ઝડપથી આગળ વધે છે, ત્યારે તેનું સંતુલન બગડે છે અને તે અસંતુલિત થતા નીચે પડી જાય છે. જ્યારે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને તાત્કાલિક ઉપાડ્યા, ત્યારે તેઓ સામાન્ય રીતે ઉભા થઈને આશ્રમના લોકો તરફ હસતાં-હસતાં આગળ ચાલ્યા ગયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા રામદેવ સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સામાન્ય છે. તેને કોઈ ઈજા થઈ નથી. તે મંગળવારે દિલ્હી હતો. આ ઘટના અંગે વાયરલ વીડિયો અને સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
हाथी से गिरे बाबा रामदेव । हाथी पर बैठकर कर रहे थे योगpic.twitter.com/dowi1pREQ8
— Mohammed Zubair (@zoo_bear) October 13, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle