બાબા રામદેવે ભડકાઉ ભાષણ આપતા કહ્યું- ‘અરેસ્ટ તો કોઇનો બાપ પણ ન કરી શકે’ -જુઓ વીડીઓ

બાબા રામદેવ હમણાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. જયારે કોરોનાના આ કપરા કાળમાં એલોપેથી અને પતંજલિ વચ્ચેના વિવાદને કારણે બાબા રામદેવને ટીકાકારોનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને પણ બાબા રામદેવને આ પ્રકારની ટીકાઓથી બચવા માટે સલાહ આપી છે. ત્યારે બીજી બાજુ ઇન્ડીયન મેડિકલ એસોસિયેશ(IMA)ને પણ બાબા રામદેવની વિરુધમાં પ્રદર્શનો કર્યા છે.

ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન (IMA)એ પતંજલિ કંપની પર બાબા રામદેવની વિરુદ્ધમાં ફરિયાદ કરવાની માંગ કરી છે તો ઘણી જગ્યાએ ડોક્ટરોએ પતંજલિની વિરુધ સવાલ ઉઠાવ્યા અને પ્રદર્શન પણ કર્યું છે. સોશિયલ મીડિયા પર પણ બાબા રામદેવની વિરુદ્ધમાં સવાલો ઉઠી રહ્યા છે, પ્રદર્શનો પણ થઇ રહ્યા છે અને સાથે જ બાબા રામદેવને અરેસ્ટ કરવાની માંગ પણ ઉઠી છે.

બાબા રામદેવએ આપ્યુ નિવેદન:
કોરોનાના મહામારી વચ્ચે બાબા રામદેવનો એક વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતો થઇ રહ્યો છે. ત્યારે આ વીડીઓમાં બાબા રામદેવ કહી રહ્યા છે કે અરેસ્ટ તો કોઇનો બાપ પણ ન કરી શકે.સાથે આ વીડીઓમાં બાબા રામદેવ એવું પણ કહી રહ્યા છે કે. લોકો ક્યારેક રામદેવને ઠગ કહે છે તો બીજી બાજુ રામદેવની ધપ્ક્દ કરવા માટે માંગ ઉઠાવવામાં આવે છે પરંતુ અમે બધા આ પ્રકારના ટ્રેન્ડથી ઉપર છીએ.

આ વિડીઓ ક્યારનો છે તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી. પંરતુ યુઝર્સ દ્વારા આ વિદીઓને ટ્વીટ કરીને બાબા રામદેવ પણ નિશાન સાધી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે હવે બાબા રામદેવ કાયદાથી પણ ઉપર થઇ ગયો છે.

બાબા રામદેવ પર એફઆઈઆર કરાવવાની તૈયારી:
ડોક્ટર લેલેના જણાવ્યા અનુસાર આમારી સંપૂર્ણ ટીમ બાબા રામદેવના સવાલોના જવાબો તૈયાર કરી રહી છે. અમે અને અમારી ટીમ તેમના બધા જ સવાલોના જવાબ આપીશું. આઈએમએના ડોક્ટર અમને લોકોને ફોન કરીને કહી રહ્યાં છે કે બાબા રામદેવ કેવા પ્રકારની હાસ્યાસ્પદ વાતો કરે છે. બાબા રામદેવની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવશે.

ડોક્ટર લેલેએ જણાવતા કહ્યું છે કે ડોકટરો આ પરિસ્થિતિમાં એટલા બધા વ્યસ્ત છે. જયારે 747 ડોક્ટરો ગયા વર્ષે મોતને ભેટી ચુક્યા છે. તે ડોક્ટરોએ તો વેક્સીન પણ નહોતી લીધી. જયારે કોરોનાની બીજી લહેરમાં ૫૦૦ જેટલા ડોક્ટરોના મૃત્યુ થયા છે. બાબા રામદેવ જે પણ દવા કરી રહ્યા છે તે સદંતર ખોટા છે. સાથે ડોક્ટર લેલેએ વાવા રામદેવના દાવા પર કહ્યું છે કે પતંજલિની કોરોનિલ ખાઈને લોકો સ્વસ્થ થઇ રહ્યા છે તે માહિતી બાબા રામદેવ શા માટે ઈન્ટરનેશનલ ન્યુઝમા છપાવીને બહાર નથી લાવી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *