આસામ: હોસ્પિટમાં ડૉક્ટર ન હોવાથી મહિલાએ ગાડીમાં બાળકને જન્મ આપ્યો

એક ગર્ભવતી મહિલાને પ્રસુતી પીડા થવાથી એમના પરિવારના લોકો મહિલાને હોસ્પિટલ લઇને ગયા હતા. પરંતુ ત્યાં એમણે જોયું કે, હોસ્પિટલ બંધ હતું તથા કોઈ ડૉક્ટર…

એક ગર્ભવતી મહિલાને પ્રસુતી પીડા થવાથી એમના પરિવારના લોકો મહિલાને હોસ્પિટલ લઇને ગયા હતા. પરંતુ ત્યાં એમણે જોયું કે, હોસ્પિટલ બંધ હતું તથા કોઈ ડૉક્ટર કે નર્સિંગ સ્ટાફ પણ હાજર નહોતો. ત્યારબાદ મહિલાએ ગાડીમાં જ બાળકને જન્મ આપ્યો. આ ઘટના આસામના બક્સા જિલ્લાની છે. જ્યાં ગર્ભવતીને પ્રસુતી પીડા શરૂ થઇ હતીં. તેમના પરિવારે 108ને ઘણી વખત ફોન કર્યો પરંતુ કોઈ જવાબ ન મળતા મહિલાને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતીં.

તસ્વીરો પ્રતીકાત્મક છે.

હોસ્પિટલ પહોંચીને જોયું તો હોસ્પિટલ બંધ હતી અને કોઈ ડૉક્ટર કે સ્ટાફ પણ હાજર નહોતો. ત્યારબાદ મહિલાને પીડા વધુ થતાં ગાડીમાં જ બાળકને જન્મ આપી દીધો. આ સમયે થોડા સ્થાનીક લોકોએ હોસ્પિટલનું તાળું તોળીને ગેટ ખોલી દીધો તથા નર્સને સુચના આપી દીધી. અને ત્યારબાદ નર્સે આવીને મહિલાની સારવાર કરીં હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આંઘ્ર પ્રદેશમાં એક ગર્ભવતી મહિલાને લાકડી અને ચાદરથી બનાવેલા સ્ટ્રેક્ચરમાં 6 કિમી દુર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતીં. મહિલાને પ્રસુતી પીડા શરૂ થતા પરિવારના સભ્યએ 108ને ફોન કરીને એમ્બ્યુલન્સ મોકલવા કહ્યું હતું પરંતુ હોસ્પિટલે ખરાબ રસ્તો છે એવું કહીને એમ્બ્યુલન્સ મોકલવાની ના પાડી હતીં અને ત્યારબાદ પરિવારના સભ્યો મહિલાને લાકડી તથા ચાદરના બનાવેલા સ્ટ્રેક્ચરમાં સુવડાવીને 6 કિમી દુર હોસ્પિટલમાં લઇ ગયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *