સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય છે. મેં મહિનામાં અત્યંત ગરમીનો માહોલ હતો. પરંતુ ચાલુ વર્ષમાં ઉનાળામાં વારંવાર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જયારે રાજ્યમાં એપ્રિલ મહિનામાં અંતમાં જ ચોમાસની અસર શરૂ થઈ ગઈ છે. વારંવાર થઈ રહેલા થન્ડરસ્ટોર્મના કારણે ખુબ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
જયારે હજુ પણ 13 મી મેના રોજ થન્ડરસ્ટોર્મ પ્રક્રિયાના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેને લીધે ઉનાળામાં પણ કમોસમી અને બેવડી ઋતુને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જોઈએ તો 14 મેના રોજ લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ લૉ પ્રેશર બનવાની પ્રક્રિયા પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લૉ પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડુ સક્રિય થવાની સંભાવના છે. જોકે, વાવાઝોડું સક્રિય થયા બાદ કઈ દિશા તરફ ફંગોળાય તે મહત્વનું રહેશે. જયારે હાલમાં દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જોવા જઈએ તો અરબી સમુદ્રમાં બની રહેલા વાવાઝોડા ઓમાન તરફ ફંગોળાતા હોય છે. પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી કરી શકાશે.
જયારે બીજી બાજુ ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જયારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના દિવસે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે. જેને લીધે ગુજરાતના કેટલા વિસ્તારના વાતાવરણનો પલટો આવી શકશે. જયારે 13 મેના રોજ તાપી, ડાંગ, દાહોદ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.