આમ આદમી પાર્ટીના ગ્રુપમાં આવ્યા અશ્લીલ ફોટો, મહિલા નેતાને મેસેજ આવતા ‘ચલ હોટેલમાં સેક્સ કરતે હૈ’

રાજકીય પાર્ટીઓના નેતાઓ અશ્લીલ હરકતો છોડી ન શકતા હોય તેવી રીતે વધુ એક શરમ જનક વાત સુરત માંથી બહાર આવી છે. થોડા દિવસ અગાઉ જ…

રાજકીય પાર્ટીઓના નેતાઓ અશ્લીલ હરકતો છોડી ન શકતા હોય તેવી રીતે વધુ એક શરમ જનક વાત સુરત માંથી બહાર આવી છે. થોડા દિવસ અગાઉ જ ભાજપ નેતા બાવકુ ઉંધાડે અશ્લીલ પોસ્ટ શેર કરી હતી. તે વિવાદ હજી શમ્યો નથી ત્યાં સુરત આમ આદમી પાર્ટીના એક પ્રાઇવેટ ગ્રુપમાં અશ્લીલ ફોટો ફરતો થતા આમ આદમી પાર્ટી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અશ્લીલતાના રંગે રંગાયા અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડ- અભદ્ર વિડીયો કર્યા શેર

સુરત મા આમ આદમી પાર્ટી માંથી પદભ્રષ્ટ કરાયેલ મમતા પાટીલ નામના મહિલા કાર્યકર ના એક whatsapp ગ્રુપમાં અશ્લીલ સ્ટીકર અપલોડ થતાં વિવાદ સર્જાયો છે. મમતા પાટીલ ડીંડોલી ઉધના વિસ્તાર માંથી આવે છે અને તેઓ આમ આદમી પાર્ટી ના પદાધિકારી પણ રહી ચૂક્યા છે.

Ashlil ફોટો અપલોડ થતાની સાથે ત્વરિત કાર્યવાહી કરતા મમતા પાટીલે ફોટો અપલોડ કરનાર વ્યક્તિને રિમૂવ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ ગ્રુપના સ્ક્રીનશોટ વાયુવેગે વાયરલ થઈ ગયા છે.

આ બાબતે મમતા પાટિલ સાથે વાતચીતમાં મમતાએ જણાવ્યું કે મનોજ નામના વ્યક્તિએ આ સ્ટિકર અપલોડ કર્યો હતો અને તે અશ્લીલ મેસેજ પણ મોકલતો રહે છે પરંતુ હું આ વ્યક્તિને ઓળખતી નથી. મમતા પટેલનું કહેવું છે કે તે વોર્ડ નંબર છ માં ઇલેક્શન પણ રહી ચૂકી છે પોતે ઇલેક્શનમાં ચારથી પાંચ લાખનો ખર્ચ પણ કર્યો છે .

આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ વધવાની સાથે વાતચીતમાં મોટો ખુલાસો થયો છે, જાદવાણી એ જણાવ્યું કે, પાર્ટી વિરોધી ગતિવિધિ અને અશિષ્ટ ને પગલે તેને ઘણા સમય પહેલા પાર્ટીમાંથી દૂર કરવામાં આવી છે. અને આમ આદમી પાર્ટીનું આવું કોઈ whatsapp group બનાવવામાં આવ્યું નથી. તે પોતાની જાતે આવા ગ્રુપ બનાવીને આમ આદમી પાર્ટીના નામે માર્કેટમાં ફરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *