COVID-19 કાળમાં ઘણા લોકો પોતાના આરોગ્યને લઈને વધુ જાગૃત થઇ ગયા છે. પણ માણસમાં હેવી સ્ટ્રેસ તેમજ ડિપ્રેશનની મુશ્કેલી વધી રહી છે. ઓફિસ અથવા ઘરનું ટેન્શન તમને વ્યાકૂળ બનાવે છે. તો તમે એક આદતની મદદથી તમારા સ્ટ્રેસ લેવલને ઓછું કરી શકો છો. જો તમે રોજ સવારનાં નાસ્તામાં એક કેળુ ખાવાની ટેવ પાડશો તો તમે હકીકતમાં સ્ટ્રેસ ફ્રી રહેશો. માત્ર આ જ નહીં જો તમે સવારનાં નાસ્તા કેળુ ખાશો તો તમારું વજન ઉતરશે, વધશે નહીં. એક કેળુ ખાધા પછી એક ગ્લાસ પાણીનો જરૂર પીઇ લેવું. તમને લાંબા સમય સુધી ભુખ પણ લાગશે નહી. આની સાથે કેળાની છાલ પણ કેવી રીતે ઉપયોગી છે તે વિશે જોઇએ.
કેળામાં ફાઇબર તેમજ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તમને ભૂખ પણ લાગશે નહિ. બ્લડ શુગર લેવલ નિયંત્રિત થાય છે. કેળાની છાલમાં સેરોટોનિન નામનું કેમિકલ રહેલું હોય છે, આ કેમિકલ તમારા મૂડને સારો કરવામાં મદદ કરે છે. યૂનિવર્સિટી ઓફ તાઈવાનમાં કરવામાં આવેલી એક સ્ટડી મુજબ, જો તમે 3 દિવસ સુધી 2 કેળાની છાલ ખાશો તો, સેરોટોનિનની માત્ર 15% જેટલી વધશે.
કેળાની છાલમાં રહેલા ટ્રિપ્ટોફન કેમિકલને લીધે સારી ઊંઘમાં લાવવામાં મદદરૂપ બને છે. કેળાની છાલમાં કેળાથી પણ વધુ માત્રામાં ફાયબર રહેલું હોય છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પણ ફાયબર મદદરૂપ બને છે તેમજ તેના પરિણામે સ્ટ્રોક જેવા રોગોનો ભય ઓછો રહે છે. ફાયબરને લીધે કેળાની છાલ વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે.
આ સિવાય શરીર માટે જરૂરી બેક્ટેરિયાને વધારવા માટે પણ મદદરૂપ બને છે. આનાંથી રોગપ્રતિકારક શક્તિ સારી બને છે. આંતરડામાં બેક્ટેરિયાની માત્રા વધવાને લીધે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.
કેળાની છાલ શરીરમાં રહેલાં રેડ બ્લડ સેલ્સને તૂટવાથી બચાવે છે. એક શોધ દ્વારા બહાર આવ્યું હતું કે, કાચા કેળાની છાલ આ માટે વધુ મદદ કરે છે. કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત તે મોતિયાથી પણ આંખને બચાવે છે. મસા, સોરાયસિસ, ખંજવાળ આવવી, જંતુ કરડી ગયુ હોય, રેશિસ થયા હોય, વગેરે બીમારી માટે કેળાની છાલ લાભદાયક સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle