બનાસ ડેરી (Banas Dairy) અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation Ltd) દ્વારા થરાદ તાલુકામાં આવેલ મોટામેસરા ગામે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીમાં કરવામાં આવનાર ભવિષ્યના પ્લાનિંગ અંગે જણાવ્યું હતું કે, “વિશ્વમાં બનાસ ડેરી જ એક માત્ર પહેલી એવી ડેરી છે જે ‘ઇ ડેરી’ તરીકે પણ ઓળખાય છે”.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરી દ્વારા પહેલા તમામ ડેરીને લગતી કામગીરી માટે કાગળનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હાલમાં ટેકનોલોજી આવતા બનાસ ડેરી કોમ્પ્યુટર નો ઉપયોગ કરે છે. બનાસ ડેરી પશુપાલકો માટે એક એવી ટેકનોલોજી લાવી રહી છે કે, બનાસકાંઠાની જે બહેનો ગોબરને જે હાથથી ઉપાડે છે, તે બહેનોનો વિચાર કરી બનાસ ડેરી હવે એવા રોબર્ટ નો ઉપયોગ કરશે જે ગોબર પણ ઉઠાવશે અને ભેગું પણ કરશે. તે જોતા બનાસ ડેરી હાલમાં છાણના એક કિલોના 1 રૂપિયો આપે છે તેનો ભાવમાં પણ વધારો કરવામાં આવશે.
વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે, બનાસ ડેરી એવી એક બીજી ટેકનોલોજી પર કામ કરી રહી છે, એ ટેકનોલોજી એટલે ડ્રોન નો ઉપયોગ. પશુપાલકો પોતાના મોબાઇલ ફોનથી ડ્રોનને ચલાવી અને હેન્ડલ કરી શકશે, ડ્રોનમાં દૂધ મૂકીને દૂધ મંડળીમાં ભરાવી શકાશે. આ સાથે જ ગૌ મૂત્ર પર પણ હાલમાં રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમાં ફેરફાર કરીને ગૌ મૂત્રને માર્કેટમાં મૂકવામાં આવશે. આ રિસર્ચ થયા પછી પશુપાલકોને વધારાની આવક મળતી થશે.
જયારે ગાયનું ઝરણ પણ ઘણી બધી રીતે ઉપયોગમાં આવી શકે તેમ છે. વધુ પ્રમાણમાં દૂધ આપતી કાંકરેજ અને ગીર ગાયની સંતતિને એમિબ્ર્યો ટ્રાન્સફરની મદદથી જન્મેલી ગાયની કિંમત 2 લાખ રૂપિયા થશે અને 50 થી 60 લીટર દૂધ આપશે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની આવકમાં વધારો થશે અને પશુપાલકો વધુ સધર બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.