ગુજરાતમાં પવનચક્કીથી પવનઉર્જાનો પાયો નાખી દેશ દુનીયામાં ગુજરાતનો ડંકો વગાડનાર સુઝલોનના તુલસી તંતીનું હાર્ટ એટેકથી મોત

ગુજરાત(Gujarat): ભારતના ‘વિંડ મેન(Wind Man)’ના નામે જાણીતા અને ગુજરાતમાં પવનચક્કી(Windmill)થી પવનઉર્જાનો પાયો નાખી દેશ દુનીયામાં ગુજરાતનો ડંકો વગાડનાર સુઝલોન(Suzlon Energy)ના તુલસી તંતી(Tulsi Tanti)નું શનિવારે 64…

ગુજરાત(Gujarat): ભારતના ‘વિંડ મેન(Wind Man)’ના નામે જાણીતા અને ગુજરાતમાં પવનચક્કી(Windmill)થી પવનઉર્જાનો પાયો નાખી દેશ દુનીયામાં ગુજરાતનો ડંકો વગાડનાર સુઝલોન(Suzlon Energy)ના તુલસી તંતી(Tulsi Tanti)નું શનિવારે 64 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

જો વાત કરવામાં આવે તો 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા, તંતી સુઝલોન એનર્જીના પ્રમોટરોમાંથી એક હતા, જેની સ્થાપના તુલસી તંતીએ 1995માં કરી હતી. જણાવી દઈએ કે, તુલસી તંતી અમદાવાદથી પુણે જઇ રહ્યાં હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું અવસાન થયું હતું. જો વાત કરવામાં આવે તો તેમના પરિવારમાં દિકરી નિધિ અને દિકરો પ્રણવ છે. તુલસી તંતી ઇન્ડિયન વિંડ ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તુલસી તંતીએ 1995માં સુઝલોન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ક્રાંતિનું નેતૃત્વ કરવાનો શ્રેય આપવામાં આવે છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા જાણો શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉર્જા ક્ષેત્રની કંપની સુઝલોન એનર્જી()ના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તુલસી તંતીએ ભારતની આર્થિક પ્રગતિમાં ખુબ ફાળો આપ્યો છે અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે દેશના પ્રયાસોને મજબૂત બનાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, “તંતી એક અગ્રણી ઉદ્યોગપતિ હતા જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન આપ્યું હતું અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે આપણા રાષ્ટ્રના પ્રયત્નોને મજબૂત બનાવ્યા હતા. તેમના અકાળ અવસાનથી હું ખુબ જ દુખી છું. પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.”

તુલસી તંતી દ્વારા 1995માં એક ટેક્સટાઇલ બિઝનેસ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ વીજળીની અછતના કારણે ઉત્પાદન ઘટતું ગયું. તે પછી તેમના દ્વારા 1995માં જ ટેક્સટાઇલ કંપનીની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પવન ઉર્જા ઉત્પાદનની શરૂઆત કરી અને સુજલૉન એનર્જીની સ્થાપના કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *