હાલમાં વિકાસશીલ ગુજરાતને લઈ એક સમાચાર સામે આવ્ય છે. રાજ્યના બનાસકાંઠામાં જીલ્લામાં આવેલ ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરાયો છે. આ બ્રિજને 225 કરોડ રૂપિયાના ખર્ચે ડીસાના શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ મહેનત કરીને બનાવ્યો છે.
આ બ્રિજનું આજે એટલે કે, 7 ઑગસ્ટના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાલમાં આ બ્રિજનું લોકાર્પણ થતા ગુજરાતની યશકલગીમાં વધુ એક ઉમેરો થશે. આ બ્રિજની ખાસિયત છે કે, જેમાં એક તેની લંબાઈ છે. કુલ 3.7 કિમી લાંબા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઇ-લોકાર્પણ કરશે.
આ બ્રિજ નેશનલ હાઇવે નંબર -27 પરથી પસાર થાય છે જેને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. પહેલાં ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવો બની ગઈ હતી. ટ્રાફિકને લીધે વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાનો વારો આવતો હતો.
ડીસા રાજ્યનું સૌથી મોટું બટેટાનું માર્કેટયાર્ડ છે. આની ઉપરાંત અનેકવિધ ખેત જણસનું બજાર છે કે, જેથી મોટી સંખ્યામાં અહીં માલવાહક વાહનોની અવરજવર થતી રહેતી હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આકાશી દ્રશ્યમાં સાપના લીસોટા જેવો લાગતો આ બ્રીજ બનાસકાંઠાના ડીસા શહેરની મધ્યમાંથી પસાર થશે.
નેશનલ હાઇવે નં.27 ઉપર બનાવવામાં આવેલ ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ કોરીડોરના છે કે, જે ગુજરાતના પોરબંદર તથા આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરીડોર છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 222 કરોડ રૂપિયાના ખર્ચે ફક્ત 2 વર્ષમાં તૈયાર કરાયેલા કુલ 3.750 કિમી લાંબા આ કોરીડોરમાં ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 4 લેન ઉપર તથા 4 લેન નીચે અને 2 લેનવાળા બંને બાજુ સર્વિસ રોડ બનાવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.