થોડા જ દિવસો પહેલા સુરત શહેરમાં રાત્રે રસ્તા પર સૂતેલા મજૂરો પર ટ્રક ફરી વળ્યો હતો. હજુ તેને લોકો ભૂલી શક્યા નથી તેવા જ સમયમાં હાલ બનાસકાંઠામાં પણ આવો જ એક ગોઝારી બનાવ બન્યો છે. પાલનપુરમાં રાતે રસ્તાની બાજુમાં સૂતેલા મજૂરો પર એક ડમ્પર ફરી વળતાં એક મજૂરનું બનાવ સ્થળે જ મૃત્યુ થયું છે.
જ્યારે બીજા 3 મજૂરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલનપુરમાં સિલ્વર બેજ સ્કૂલ નજીક રોડની સાઈડમાં સૂતેલા કુલ 4 મજૂરો પર બેફામ બનેલું આ ડમ્પર ફરી વળ્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. દાંતા તાલુકામાં રહેનાર તેમજ ગરીબ પરિવારનાં કુલ 4 યુવકો મજૂરી માટે પાલનપુરમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
દિવસમાં મજૂરી કામ કર્યા પછી મોડી રાતે હાઇવે પર આવેલી સિલ્વર બેલ સ્કૂલ નજીક રસ્તાની સાઈડમાં સૂઈ રહેલા હતા. તેમાં મોડી રાતનાં સમયે એક બેફામ બનેલો ડમ્પર રસ્તાની સાઈડમાં સૂઈ રહેલા મજૂરો પર ફરી વળતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ડમ્પર નીચે કચડાઇ જવાથી એક મજૂરનું બનાવ સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બીજા 3 મજૂરોને ગંભીર ઈજા થઇ હતી.
ઘટનાને પગલે ઇજાગ્રસ્ત થયેલા મજૂરો દ્વારા બૂમાબૂમ કરતા આસપાસનાં લોકો પણ દોડયા હતા તેમજ ત્રણેય જાગ્રત મજુરોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ પાલનપુર પોલીસ પણ આવી હતી તેમજ મૃતકની મૃતદેહને પોસ્ટ મોટમ માટે લઇ જવામાં આવી હતી જ્યારે અકસ્માત પછી ચાલક ડમ્પર મૂકીને ભાગી જતા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરી છે.
મૃત પામેલ વ્યક્તિનું નામ
મગન રત્નાભાઈ બેગડીયા 27 વર્ષીય
ઇજાગ્રસ્ત થયેલ મજૂરોનાં નામ
રમેશ ભેરાભાઈ બેગડીયા 18 વર્ષીય, સુનિલ રમેશભાઈ બેગડીયા 18 વર્ષીય, સવજી બેગડીયા 25 વર્ષીય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle