સાધુનાં વેશમાં આવીને કરી ગયા સોનાની લુંટ, ગ્રામજનોએ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા- જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં અવાર નવાર ચોરી લુંટફાટનાં બનાવો સામે આવતા રહે છે. એવામાં હાલ ગુજરાતની સરહદી બનાસકાંઠામાં ગઈકાલનાં રોજ એક ફિલ્મી લૂંટનો બનાવ બન્યો હતો. અહીં દાંતીવાડાનાં જાત-ભાડલી ગામે લૂંટની એક બનાવમાં ફિલ્મી દૃશ્યો સર્જાય ગયાં હતા.

આ ગામમાં સાધુબાવાનાં વેશમાં હરિયાણા પાસિંગની કાર લઈને આવેલા 3 વ્યક્તિઓ દ્વારા સોનાની મરકી તેમજ રોકડની લૂંટ કરવામાં આવી હતી. લૂંટ કરનાર તેમજ આ વ્યક્તિ ભાગવા ગયા હતા પણ એમની કાર પાછળ ગ્રામ લોકો ટ્રેક્ટર લઈને ગયાં હતાં. રણવિસ્તારમાં હરિયાણા પાસિંગની મારૂતિ સ્વીફ્ટ ફસાઈ જવાથી આ લૂંટારૂઓનાં હાલ બેહાલ થયા હતા. પણ સમગ્ર બનાવનાં દૃશ્યો એક મુવીનાં માહોલ જેવા દેખાયા હતા.

ઘટનાની વિગત એવી છે કે, જાત તેમજ ભાડલી ગામ નજીક લૂંટનો બનાવ બન્યો હતો. અહીં સાધુબાવાનાં વેશમાં કુલ 3 વ્યક્તિઓ રાહદારીઓને રસ્તો પૂછવાનું કહીને મંત્રેલું પાણી પીવડાવી તેમજ સોનાની વસ્તુઓ તેમજ રોકડની લૂંટ કરી હતી. ભોગ બનનાર વ્યક્તિ કઈ સમજે તે પહેલાં જ આ લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયાં હતા. લૂંટ કરીને આ વ્યક્તિઓ નાસી જતા એમની પાછળ ગ્રામ લોકો ગયાં હતા.

આ પકડમપટ્ટીનો મુવીને જેમ અંજામ આપવામાં આવ્યો હતો. એમાં રણ જેવા રેતાળ વિસ્તારમાં લૂંટારૂઓની કાર ફસાઈ જવાથી તેઓને રોવાનો વારો આવ્યો હતો. લૂંટારૂઓને ઝડપી પાડીને ગ્રામ લોકો દ્વારા પાંથાવાડા પોલીસને સોપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ 3 વ્યક્તિએ હરિયાણા પાસીંગની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર પણ કબ્જે કરવામાં આવી છે.

જોકે, આ લૂંટારૂઓ પહેલા પણ જિલ્લામાં આ ધંધો કર્યો છે કે, તે લોકોને કોઈ ટોળકી સક્રિય છે, એમણે ક્યા ક્યા વિસ્તારમાં આ ગોરખધંધો કર્યો હતો વગેરે જેવી બાબતો પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *