વડોદરામાં કાર ચાલકે બાઈક સવારને ઉડાવ્યા, પિતા-પુત્રી સહીત ત્રણ લોકોના મોત ‘ઓમ શાંતિ’

દરરોજ કેટલીય અકસ્માત (Accident)ની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં વડોદરા (Vadodara)માંથી એક ખુબ જ ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. અહીં, વડોદરા જિલ્લાના…

દરરોજ કેટલીય અકસ્માત (Accident)ની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલમાં વડોદરા (Vadodara)માંથી એક ખુબ જ ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. અહીં, વડોદરા જિલ્લાના વાઘોડિયા(Vaghodia) તાલુકાના કોટંબી(Cotambi) ગામ પાસે મોડી રાત્રે કાર(car) ચાલકે બે ટુ-વ્હીલર (Two-wheeler)ને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પિતા અને માસૂમ પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય માતા અને દીકરીને ઈજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પિતા અશોક દહિયા, પુત્રી અનન્યા અને મોપેડ ચાલક કમલેશ ઠાકોરનો સમાવેશ થાય છે.

કાર ચાલકે મોપેડને અડફેટે લીધુ:
કમલેશ રમેશભાઈ ઠાકોર જે વડોદરા નજીક આવેલા બાજવાની દીનબંધુ સોસાયટીમાં જરોદ ખાતે સાસરીમાં આવ્યા હતા. તેઓને કંપનીના કામ માટે રાજસ્થાનના કોટા જવાનું હોવાથી જરોદથી મોડી રાત્રે મોપેડ લઈને નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રે 11 વાગ્યે તેઓ હાલોલ વડોદરા હાઇવે ઉપર કોટંબી ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કારે ટક્કર મારી હતી અને મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

પિતા-પુત્રીના મોત:
એક મોપેડ ચાલકને ટક્કર માર્યા બાદ આ કારે અન્ય એક બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઇક પર બેઠેલા અશોક પ્રેમદાસ દહિયા અને તેમની 6 વર્ષની બાળકી અનન્યાનું કરૂણ મોત થયું હતું. જ્યારે નીલુબેન અને પાંચ વર્ષની બાળકી આરોહિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અશોકભાઈ દહિયા અને તેમના પત્ની નીલુબેન એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હતા અને તેઓ પોતાની સાથે બંને બાળકીઓને કંપનીમાં લઈ જતા હતા. મોડી રાત્રે કંપની પરથી ઘરે બાઇક પર પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ કારની અડફેટમાં આવી ગયા હતા.

3 લોકોનો ભોગ લેનાર કારચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. તેથી ત્યાની પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાઘોડિયા પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *