માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતના ST કોર્પોરેશનને સતત ત્રીજી વાર સલામત બસ સેવા તરીકેનો એક એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે.
ગુજરાતના ST નિગમને દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના વરદ હસ્તે 18 જાન્યુઆરીએ આ એવોર્ડ આપવામાં આવશે છે. અતિ મહત્ત્વની વાત તો એ છે કે, આ એવોર્ડની ઉપરાંત 2 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.
1 લાખ કિમી ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને કુલ 7,500 ફલીટ સર્વિસની કક્ષામાં રાજ્યના ST વિભાગ દ્વારા આ એવોર્ડ મેળવ્યો છે. અન્ય એક મહત્ત્વની વાત તો એ છે કે, સમગ્ર રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં એટલે કે, વર્ષ 2009-’10થી લઈને વર્ષ 2019-’20 રાજ્યમાં ST બસનું અકસ્માતનું પ્રમાણ 0.11%માં ઘટાડો થઈને 0.06% થયું છે.
એવોર્ડ મળ્યા પછી ST બસના અકસ્માતની ઘટના બનાસકાંઠામાં સામે આવી રહી છે. આ ઘટનામાં બસને લીધે દુકાનના માલિકને 1 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. બનાસકાંઠામાં એક ST બસના વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી રહી છે.
બનાસકાંઠામાં આવેલ ડીસામાં વહેલી સવારમાં બસ સ્ટેશનની અંદર ડીસા-પ્રાંતિજ રૂટની બસ ડ્રાઈવર દ્વારા પાર્ક કરવામાં આવી હતી. બસ પાર્ક કરતી વખતે ડ્રાઈવર ન્યૂટલ સ્તિથીમાં જ બસને પાર્ક કરીને ચાલ્યો ગયો હતો. બસ પાર્કિગ થયાના થોડા સમય બાદ બસ એકાએક રસ્તા પર ચાલવા લાગી હતી.
બાજુમાં આવેલ એક દુકાનમાં શેડમાં ઘૂસી ગઈ હતી. બસ જે સમયે દુકાનના શેડમાં ઘૂસી ગઈ તે સમયે ગ્રાહકો દુકાનની બહાર બેઠા હતા પણ સમય સુચકતા વાપરીને ગ્રાહકો દુકાનની આગળથી ખસી ગયા હોવાને લીધે મોટી જાનહાની ટળી હતી પરંતુ બસ સીધી દુકાનના શેડમાં ઘૂસી ગઈ હતી.
આ ઘટનામાં દુકાની આગળ પાર્ક કરવામાં આવેલ એકટીવા પણ બચ નીચે કચડાયું હતું. દુકાનમાં બસ એકાએક ઘૂસી જવાને લીધે કુલ 15 જેટલી ખૂરશીઓ પણ તૂટી ગઈ હતી. આ ઘટનામાં અંદાજે દુકાન માલિકને એક કરતા વધુનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાની સાથે ST વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા.
બસના ડ્રાઈવરની બેદરકારીને લીધે તેને નુકસાન થયું હોવાને લીધે ST વિભાગ ડ્રાઈવરની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, શું ST વિભાગ દ્વારા બસના ડ્રાઈવરની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle