હમણાં હમણાં સુરતમાં પણ થોડા દિવસો પહેલા જ આગની દર્દનાક ઘટના ઘટી હતી. સુરતના તક્ષશીલા કોમ્પલેક્ષમાં આગ લાગવાથી 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટનાના રાજ્ય સહિત દેશ-વિદેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
આ સાલ ઉનાળો શરૂ થયા બાદ રાજ્યમાં આગની અનેક ઘટનાઓ સામે આવી જેમાં સુરતની એક ઘટનાએ તો રાજ્ય સહિત પૂરા વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, આવી જ વધુ એક દર્દનાક, રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના બનાસકાંઠાથી સામે આવી. આ આગની ઘટનામાં બે ફૂલ જેવી માસૂમ બાળકીઓના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના અમીરગઢના ભેદલા ગામમાં ઝુંપડામાં આગ લાગવાની ઘટના બની, આ ઘટનામાં બે નાની-નાની બાળકીઓ જીવતી ભૂંજાઈ ગઈ. આ સાથે આગમાં તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, બેદલા ગામમાં એક ગરીબ પરિવરની ઝૂંપડ પટ્ટીમાં મહિલા રસોઈ બનાવતી હતી તે સમયે અચાનક આગ લાગી ગઈ. ઝુંપડ પટ્ટી લાકડી અને ઘાસની બનેલી હોવાથી આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી. આગ લાગી તે સમયે ઝુંપડામાં બે નાની બાળકીઓ પણ હતી. એક બાળકી 15 દિવસની અને બીજી બાળકી 2 વર્ષની હતી. આ બંને બાળકીઓના આગમાં બળી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટના રવિવાર સાંજે બની. આગની ઘટનામાં ગરીબ પરિવારે બે બાળકી, ઘર અને તમામ ઘરવખરી ગુમાવવી પડી છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે અમીરગઢ તાલુકાના ભેદલા ગામે રહેતા નાથાભાઇ આદિવાસી ની પત્ની મૂંગળીબેન ગત મોડી સાંજે પોતાના ઝુંપડામાં રસોઈ બનાવી રહ્યા હતા , રસોઈ બનાવતી વખતે ચૂલા માંથી અચાનક તણખલું ઉડતા વાંસ અને લાકડા ના બનેલા ઝૂંપડા માં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતો.
આગની ઘટના દરમ્યાન મહિલાએ ઝૂમડાં માં સૂતેલા પોતાના બે બાળકોને ( એક 15 મહિનાની બાળકી જ્યારે બીજી 2 વર્ષીય મૂળીબેન ) બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને બાળકો બળીને ખાખ થઇ જતા કરું મોત નીપજ્યું હતું, જ્યારે બચાવવા જતા મહિલા ગંભીર રીતે દાઝી જતાં ઈજા પહોંચી હતી , અંતરિયાળ વિસ્તાર હોવાથી બીજા દિવસે વહેલી સવારે આ બનાવની જાણ થતાં અમીરગઢ ના મામલતદાર ,ટીડીઓ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને બાળકોની લાશને પીએમ અર્થે ખસેડી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.