આવા કપાતર સંતાન ભગવાન કોઈને ન આપે! ભાવનગરમાં સગા દીકરા જ માતાને ભીખ માંગવા રોડે મૂકી આવતા

ભાવનગર(ગુજરાત): તાજેતરમાં ભાવનગર(Bhavnagar)માંથી સંબંધોને લજવતો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બબ્બે દીકરા હોવા છતાં તેમના વયોવૃદ્ધ માતા(Elderly mother) ભીખારી(Beggar) જેવી હાલતમાં શહેરના જવાહર…

ભાવનગર(ગુજરાત): તાજેતરમાં ભાવનગર(Bhavnagar)માંથી સંબંધોને લજવતો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બબ્બે દીકરા હોવા છતાં તેમના વયોવૃદ્ધ માતા(Elderly mother) ભીખારી(Beggar) જેવી હાલતમાં શહેરના જવાહર મેદાન(Jawahar Ground)માંથી મળી આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, 181 મહિલા હેલ્પ લાઇન(Women’s helpline)માં કોલ આવ્યા બાદ તેની ટીમ દ્વારા આ માડીને તેમની દીકરીના ઘરે હાલ રાખવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે, દીકરાની તુલનામાં દીકરી સમાન નહીં પણ ચડિયાતી છે.

મળતી માહિતી મુજબ, આજે ભાવનગર હેલ્પલાઇન 181 પર કોઇ આવ્યો હતો કે એક અંધ બહેન અહિંયા રોડ પર બેઠા છે અને કાંઇ બોલતા નથી. જેમાં એ અંધ બહેન જવાહર મેદાનમાં હોવાનું જણાવવામાં આવ્યું હતુ. આ વ્યક્તિ તેને જવાહર મેદાનમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેણે 181 પર કોલ કર્યો હતો. આથી 181નો સ્ટાફ સ્થળ પર આવી પહોચ્યો હતો.

ત્યાં તેમણે આ અંધ બહેન સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ઘનિષ્ઠ વાતચીત કરતા અને આ સ્થળે તમને કોણ મુકી ગયું? તેવો પ્રશ્ન પૂછતા જવાબમાં માડીએ રડતા અવાજે જણાવ્યું હતુ કે, તેમને જે ભાઇ આ ગધેડિયા ફિલ્ડમાં મુકી ગયા હતા તે તેનો દીકરો જ હતો! આ માડી ભીખ માંગીને જીવનનો ગુજારો કરતા હોવાનું જાણવા મળ્યું છે.

માડી પાસે પૈસા હોય ત્યારે તેમના દીકરા તેને સાચવતા પણ જ્યારે પૈસા ખાલી થાય ત્યારે ગમે ત્યાં રોડે રખડતા મુકી આવતા હતા. ગધેડિયા ફિલ્ડમાં રહેતા બીજા બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, તેમના દીકરીનું ઘર બતાવતા તેઓને દીકરીના ઘરે મુક્યા હતા. આ દીકરીએ પોતાના પરિવાર અંગે જણાવતા કહ્યું કે, તેને બે ભાઇઓ છે જે વારંવાર મારી બાને ગમે ત્યાં મુકી આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *