ઉત્તરપ્રદેશમાં આવેલ બંદામાં બુધવારનાં રોજ પ્રેમી-પ્રેમિકાને યુવતીનાં પરિવારજનો દ્વારા બંનેને જીવતાં સળગાવી દેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના પછી પ્રેમી યુવકનું જિલ્લા હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું. પ્રેમિકાનું કાનપુરમાં રાત્રે મોત નીપજ્યું હતું.
બંને પ્રેમી યુગલની મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. IG ચિત્રકૂટ સત્યપ્રકાશ ઘટનાસ્થળ પર આવીને ઘટના અંગે કુલ 9 લોકોની વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો હતો, જેમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આપને જણાવિ દઈએ કે સંપૂર્ણ ઘટના મટુંધ વિસ્તારમાં આવેલ કચ્છા ગામની છે, કે જ્યાં એક યુવતી તેમજ યુવકની વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. યુવતીએ બુધવારનાં રોજ પ્રેમીને મળવા માટે એનાં ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચેનાં સંબંધની જાણ એમનાં પરિવારજનોને થઈ ગઈ.
ક્રોધમાં આવીને યુવતીનાં પરિવારે બંનેને રૂમમાં બંધ કરીને કુહાડી વડે હુમલો કર્યા બાદ તેમને આગ લગાડી દીધી હતી. રૂમમાં બંધ થયેલ પ્રેમી-પ્રેમિકાને ખુબ જ ગંભીર રીતે ઈજા પહોંચી હતી. ગ્રામનાં લોકોએ એમની ગંભીર હાલત જોઈને બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને પોલીસને પણ જાણ કરી હતી.
પ્રેમી યુવકનું તો સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું, તે સમયે પ્રેમિકાની હાલત ખુબ જ ગંભીર હતી, પરંતુ કાનપુર લઈ જતી વખતે રસ્તામાં જ યુવતીનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થયાં પછી ઘટનાસ્થળ પર પહોંચેલ પોલીસે સંપૂર્ણ ઘટનાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે તથા યુવતીનાં પરિવારનાં કુલ 9 લોકો પર કેસ દાખલ કર્યા પછી કુલ 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
કેસની જાણ IG ચિત્રકૂટ સત્યનારાયણ કહ્યું, કે મટ્ટૂંડ વિસ્તારમાં આ બંને પ્રમીઓને યુવતીનાં પરિવારજનોએ સંદિગ્ધ સ્થિતિમાં જોઈ લીધાં હતાં. ત્યારપછી પરિવારનાં લોકોએ બંને પ્રેમીને એકસાથે કુહાડીનાં ઘા માર્યા પછી એ બંનેને એક રૂમમાં બંધ કરીને જીવતાં જ સળગાવી પણ દીધાં હતાં.
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થયાં બાદ પોલીસે જ બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જયારે સારવાર દરમિયાન જ યુવકનું મોત પણ થઈ ગયું હતુ. યુવતીની હાલત ખુબ જ ગંભીર હોવાંથી યુવતીને કાનપુર લઈ જવામાં આવતી હતી, પરંતુ રસ્તામાં જ યુવતીનું પણ મોત થઈ ગયું હતું. આ સમગ્ર કેસમાં કુલ 9 લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP