આ પાર્ટીના નેતાએ વેલેટાઇન્સ ડે પર ઘોડાને ધોતી પહેરાવી ઘોડી સાથે કરાવ્યા લગ્ન- જાણો વિગતે

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક પાર્કમાં થયેલા ઘોડા-ઘોડીના લગ્ન થયા હતા. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યો છે. રાજા નામનો ઘોડો અને રાની નામની ઘોડી આ બંનેના લગ્ન પારંપરિક રીતિરિવાજ સાથે કરવામાં આવતા તે ચર્ચાનો વિષય બન્યા હતા. લગ્નમાં ઘોડાને ધોતી અને શર્ટ પહેરાવવામાં આવ્યો હતો જ્યારે ઘોડી રાનીને મંગળસૂત્ર આપવામાં આવ્યું હતું.

આવા અનોખા લગ્નના આયોજકોએ કેન્દ્ર સરકાર પાસેથી 1 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર પાસેથી 50 હજાર રૂપિયાની માગણી પણ કરી હતી. આ રકમ લગ્નમાં સામેલ થનારા મહેમાનોનાં ભોજનના ખર્ચ માટે માગવામાં આવી હતી. જોકે સરકારે આ માગણીને ભાવ આપ્યો નહોતો.

સોશિયલ મીડિયા પર આ ઘોડા-ઘોડીના લગ્નના ફોટા ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. આ લગ્નના ફોટો જોઈને સોશિયલ મીડિયા પર યુઝર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝરે ‘નવયુગલ’ને હેપી મેરિડ લાઈફ વિશ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સે તેમની લાઈફ બરબાદ કરી હોવાની કોમેન્ટ કરી છે.

ઘોડા-ઘોડીના લગ્ન પૂર્વ સામાજિક કાર્યકર્તા અને કન્નડ પાર્ટીના વટલ અધ્યક્ષ વટલ નાગરાજે કરાવ્યા છે. છેલ્લા 2 વર્ષોથી વટલ નાગરાજ આ જ પ્રકારે વેલેન્ટાઈન્સ ડેના દિવસે અનોખા લગ્ન કરાવે છે. ગયા વર્ષે તેમણે બકરા-બકરીના લગ્ન કરાવ્યા હતા. તેમનું નામ જેકબ અને કોરોલિન છે. નાગરાજે વેલેન્ટાઈન્સ ડેના વિરોધીઓને તેનો વિરોધ ન કરવાનો આગ્રહ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *