એપ્રિલ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંક? ધક્કો ખાવા કરતા વાંચી લો રજાઓનું લીસ્ટ

એપ્રિલ(April) મહિનો શરૂ થયાના કેટલાક દિવસો પણ વીતી ગયા છે. આ મહિને પણ ઘણા તહેવારો, ખાસ તારીખો અને ખાસ પ્રસંગો આવવાના છે, જેના કારણે રજાઓ આવી શકે છે. આવા પ્રસંગોએ બેંકો પણ બંધ રહે છે. દર વર્ષે સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની જાહેર અને ખાનગી બેંકો માટે બેંક રજાઓની યાદી બહાર પાડે છે. તેની ત્રણ શ્રેણીઓ છે.

‘નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા(Holiday under the Negotiable Instruments Act),’ ‘નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે(Holiday under the Negotiable Instruments Act and Real Time Gross Settlement Holiday),’ અને ‘બેંક્સ’ એકાઉન્ટ્સ બંધ'(‘Banks’ Closing of Accounts’).

આ મહિને બેંક બંધ હોવાને કારણે મહિનાનો પહેલો દિવસ રજાનો દિવસ હતો કારણ કે એપ્રિલના પ્રથમ દિવસે બેંકો બંધ રહે છે. એપ્રિલ મહિનામાં કુલ 15 રજાઓ છે. કેટલીક રજાઓના કારણે લાંબા વીકએન્ડ પણ મળશે. અમે અહીં રજાઓની યાદી આપી રહ્યા છીએ, જો કે અમે કહ્યું તેમ, કયા રાજ્યમાં કેટલી રજાઓ હશે, તે તહેવાર અને પ્રસંગ પર નિર્ભર કરે છે.

બેંક રજાઓની યાદી: 
1 એપ્રિલ: બેંકોનું વાર્ષિક બંધ, 2 એપ્રિલ: ગુડી પડવા, ઉગાદી, પહેલી નવરાત્રી, તેલુગુ નવું વર્ષ, સાજીબુ નોંગમનાબા
4 એપ્રિલ: સારહુલ 5 એપ્રિલ: બાબુ જગજીવન રામનો જન્મદિવસ

14 એપ્રિલ: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, બૈસાખી, તમિલ નવું વર્ષ, બીજુ, બોહાગ બિહુ
15 એપ્રિલ: ગુડ ફ્રાઈડે, બંગાળી નવું વર્ષ, વિશુ
16 એપ્રિલ: બોહાગ બિહુ, 21 એપ્રિલ: ગડિયા પૂજા,29 એપ્રિલ: શબ-એ-કદર, જુમાત-ઉલ-વિદા

અઠવાડિયાની રજાઓ: 
3 એપ્રિલ: રવિવાર
9 એપ્રિલ: બીજો શનિવાર

10 એપ્રિલ: રવિવાર, 17 એપ્રિલ: રવિવાર, 23 એપ્રિલ: ચોથો શનિવાર, 24 એપ્રિલ: રવિવાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *