સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેંકમાં ધોળા દિવસે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. બેંક ખોલતાની સાથે જ બે હથિયારધારી લૂંટેરાઓ અંદર પ્રવેશ્યા અને કેશ કાઉન્ટરની નજીક પહોંચ્યા. હથિયાર બતાવીને તેણે સ્ટાફ પાસેથી પૈસા ભરેલી બેગ આચકી લીધી અને 50 સેકન્ડમાં ભાગી ગયો. બંને આરોપીઓએ માસ્કથી મોઢા ઢાંકેલા હતા અને હેલ્મેટ પણ પહેર્યા હતા. તેઓ બાઇક પર સવાર થઇને આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 10.30 વાગ્યે SBI બેંકની શાખામાં બની હતી. હેલ્મેટ પહેરેલા બે બદમાશો અંદર ઘૂસ્યા ત્યારે હજુ બેંક ખુલ્લી જ હતી. તેઓએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને હથિયારોથી ધમકાવવાનું શરૂ કર્યું. બે માંથી એક પાસે પિસ્તોલ હતી, જ્યારે બીજા પાસે ધારદાર હથિયાર હતું. લૂંટારુઓએ બેંકમાં કર્મચારીઓને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન બ્રાન્ચમાં માત્ર 5 લોકો જ હાજર હતા. બદમાશોએ કેશ કાઉન્ટર પર હાજર કર્મચારીને ધમકાવ્યો અને પૂછ્યું કે પૈસા ક્યાં છે. ત્યારબાદ ટેબલ નીચે રાખેલી બેગ તેની નજરમાં આવી, જેમાં લગભગ 3 લાખ રૂપિયા હતા.
એક લૂંટેરો લોકર તરફ ગયો, બીજો પિસ્તોલ બતાવીને ધમકી આપતો રહ્યો. જેમાં એક લૂંટેરો બેંક કર્મચારીઓને પિસ્તોલથી ધમકાવતો જોવા મળે છે અને બીજો લૂંટેરો છરી સાથે બેંકના લોકર તરફ ગયો હતો. જોકે, લોકરને કોઈ નુકસાન થયું ન હતું.
આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક બદમાશ બેંકમાં પિસ્તોલ લઈને ઉભો જોવા મળી રહ્યો છે. વિડિયો પરથી જાણવા મળે છે કે લૂંટારાઓને આ ઘટનાને અંજામ આપવામાં માત્ર 50 સેકન્ડનો સમય લાગ્યો હતો. તેઓએ કર્મચારીઓના ફોન ટેબલ પર રાખ્યા હતા, જેથી કોઈ પોલીસને જાણ ન કરે.
ઘટના બાદ SBI બેંક કર્મચારીઓ ડરી ગયા હતા, આ દરમિયાન લૂંટેરાઓ બેગ લઈને ભાગી ગયા હતા. બીજી તરફ, માહિતી મળતાં જ શિવપુરા એસએચઓ મહેશ ગોયલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લૂંટેરાઓને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. જો કે હજુ સુધી લૂંટેરાઓનું કોઈ સબુત મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને બદમાશો બાઇક પર સિટી તરફ ભાગી ગયા હતા. એક ટીમ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં વ્યસ્ત છે. બંને બદમાશોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.