આવું સાસરિયું ભગવાન કોઈ દીકરીને ન આપે! દીકરીઓ હાથ જોડી માતાની રહેમની ભીખ માંગતી રહી પરંતુ…

એક મહિલાને તેના જ સાસરિયા દ્વારા નિર્દયતાથી મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલાને તેના સાળા અને સાસરિયાઓએ માર માર્યો હતો. આ દરમિયાન દીકરીઓ માતાને બચાવવા…

એક મહિલાને તેના જ સાસરિયા દ્વારા નિર્દયતાથી મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલાને તેના સાળા અને સાસરિયાઓએ માર માર્યો હતો. આ દરમિયાન દીકરીઓ માતાને બચાવવા હાથ જોડીને કહેતી રહી કે કાકા-કાકી માતાને છોડી દો. આટલું જ નહિ પરંતુ મહિલાને માર્યા પછી વાળ પણ કાપ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલા હેમલતાને એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના બુધવારે સવારે 7 વાગ્યે બની હતી. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મહિલાના પતિએ બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

ઇજાગ્રસ્ત હેમલતાએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ તે દૂધ લેવા ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન તેના સાળા, દેવરાણી, ભાભી અને પિંકીએ તેને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું. તેને ખેંચીને ઘરના ચોકમાં લઈ ગયા અને લાકડીઓ વડે માર મારવાનું શરુ કર્યું હતું. આટલું જ નહિ તેના વાળ પણ કાપ્યા હતા. બાદમાં પતિ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ પછી મહિલાને બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હેમલતાની આંખો અને ચહેરા પર ઘણી ઈજાના નિશાન છે. ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરીને તેની સારવાર કરવામાં આવી રહી છે.

હેમલતાની મોટી દીકરીએ જણાવ્યું કે, તે સવારે સૂતી હતી. નાની બહેન દિયા રડતી અંદર આવી અને મને જગાડીને કહ્યું કે, ‘મમ્મીને બહાર મારી રહ્યા છે.’ હું મારી બહેન સાથે બહાર દોડી ગઈ. જોયું કે કાકા, કાકી બધા માતાને મારતા હતા. દાદા દાદી જોઈ રહ્યા હતા. ત્યારે હું માતાને બચાવવા દોડી ગઈ. હાથ જોડીને મેં કહ્યું- મારી માતાને ન મારશો. પરંતુ કાકા રાજી ન થયા અને મને પણ માર મારવા લાગ્યા. મારી મમ્મીના વાળ પણ કાતરથી કાપવામાં આવ્યા હતા. આ દરમિયાન અમે મમ્મીને ત્યાંથી જવાનું કહેતા રહ્યા.

જણાવી દઈએ કે મહિલાના પતિ ટેન્ટની દુકાન છે. પતિ ઓમપ્રકાશ, હેમલતા અને ત્રણ બાળકો સાથે બલિતા રોડ પર રહે છે. ઓમ પ્રકાશે જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ત્યારપછી થોડાં વર્ષો તો ઠીક ચાલ્યા પણ વર્ષ 2015થી અણબનાવ શરૂ થઈ ગયો. નાના ભાઈ અને તેની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ ઘરમાં જ એકભાગ અલગ થઈ ગયો હતો. તે અલગ રહેવા લાગ્યો. આ પછી મારામારી શરૂ થઈ ગઈ. ઓમપ્રકાશના કહેવા પ્રમાણે, તેના પરિવારના સભ્યો તેને ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે. જેના કારણે તેઓ દરરોજ ઝઘડે છે.

મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને મહિલાનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મહિલા નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નહોતી. આ મામલે પતિએ ફરિયાદ નોંધાવી છે. એએસઆઈ એ જણાવ્યું કે, તેઓ મહિલાનું નિવેદન લેવા આવ્યા છે પરંતુ તેની હાલત હજુ પણ ખરાબ છે. પતીએ ફરિયાદ આપી છે, અમે તપાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *