જાણો હજુ કેટલા દિવસ ગુજરાતીઓને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી

ગુજરાત(gujarat): અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ(Heatwave)ની સ્થિતિ વચ્ચે આજે પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતાં અમદાવાદ રાજ્યનું…

ગુજરાત(gujarat): અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ(Heatwave)ની સ્થિતિ વચ્ચે આજે પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતાં અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. કાળઝાળ ગરમીના કારણે જ્યાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં જ ગ્રીન સિટી(Green City) ગાંધીનગર(Gandhinagar)માં તાપમાનનો પારો 42.5 ડિગ્રીએ પહોચ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં હીટ વેવની રહેશે. જેના કારણે આગામી દિવસો દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. આવતીકાલે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 44ની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ આજે પણ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતાં બપોરના સમયે લોકોએ આકાશમાંથી અગનજ્વાળાનો અહેસાસ કર્યો હતો.

બપોરના સમયે ફૂંકતા ગરમ-સૂકા પવને સામાન્ય જનજીવન ખોરવ્યું હતું અને રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થઇ હતી. કાળઝાળ ગરમીના કારણે રાજ્યના અનેક વિસ્તારો જાણે ભઠ્ઠીમાં સળગતા હોય તેમ તડકામાં સળગી રહ્યા હતા. જોકે, મોડી સાંજના સમયે ઠંડક થતા વીકએન્ડની મજા માણવા લોકો નદી કિનારે, પુલ પર અને બગીચાઓમાં પહોચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *