કેન્દ્રીય નાણા મંત્રાલય એ બેન્કિંગ વિભાગના દેશભરમાં બેંકો ખુલવાના સમયમાં બદલાવ લાવવા માટે ૧૦ જુનના દિવસે એક વિડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ યોજી હતી.
આ મિટિંગમાં નક્કી થયું હતું કે બેંકની શાખાઓ બેંકના સમય પ્રમાણે નહીં પરંતુ ગ્રાહકોને અનુકૂળ રીતે ખોલવી જોઇએ તેમાં બેંક શાખાઓના ખુલવાના સમયમાં બદલાવની મંજૂરી મળી ગઈ છે.
આઈબીએ એ 24 જૂને ગ્રાહક સુવિધા ઉપર આધારિત સમિતિની બેઠકમાં બેંક શાખાઓ ખોલવા માટે ત્રણ વિકલ્પ આપ્યા હતા જેમાં પહેલો સવારે ૯ થી બપોરે ૩ સુધી બીજો સવારે 10 થી સાંજે ચાર વાગ્યા સુધી અને ત્રીજો સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી.
આઈબીએ એ કહ્યુ કે 31 ઓગસ્ટ સુધી જિલ્લા સ્તરીય ગ્રાહક સમન્વય સમિતિની બેઠક કરી સમય નક્કી કરેલ અને તેની જાણકારી સ્થાનિક સમાચાર પત્રોમાં પણ આપે.
એક અધિકારીએ કહ્યું કે બેન્ક ખોલવા નો નવો સમય સપ્ટેમ્બરમાં અમલમાં આવશે તેના અંતર્ગત ઘણા કાર્યો પણ થઇ ચુક્યા છે.