ગુજરાતના અનેક શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ ખુબ જ વધતી જઇ રહી છે. જેના લીધે ત્રસ્ત થયેલી સામાન્ય પબ્લિકમાંથી એક જાગૃત નાગરિકે ગાંધીનગર વિધાનસભાના રસ્તા પર ઉપર ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને સંદેશો પાઠવતું બેનર લગાવવામાં આવ્યું છે. જેમાં નોટિસ બેનરમાં અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અને તેમજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાય પોલીસ કર્મીઓના નામ અને મોબાઈલ નંબર લખીને આ જાગૃત નાગરિકે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની રહેમ નજર અને મિલીભગતના લીધે સરદરનગર વિસ્તારમાં આવેલા છારા નગરમાં દારૂનો વેપાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે.
આ પ્રમાણેના ફરિયાદ બેનર બોર્ડ દ્વારા જાહેરમાં સ્ટ્રીટ લાઈટ ના થાંભલા ઉપર લગાડવામાં આવતા આક્ષેપિત પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ કર્મીઓના તેઓના ખાનગી માણસો દ્વારા બોર્ડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને રાતોરાત લગાવેલ ફરિયાદ બેનર બોર્ડને ઉતારી લેવામાં આવ્યા. જેમ બોર્ડ બેનર રાતોરાત હટાવ્યા તેવી રીતેની કામગીરી ખુલ્લે આમ ધમધમી રહેલા દારૂના અડ્ડા પર કરી હોત તો આ પ્રકારના બેનર લગાવવાની જરૂર જ ન પડત .બીજી બાજુ એ વાત પણ હકીકત છે કે, સરદારનગર વિસ્તારમાં આવેલા છારા નગરમાં દારૂના અડ્ડાઓ સંપૂર્ણપણે બંધ કરાવવા અશક્ય છે અને તે વાત ગૃહવિભાગ અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને નેતાઓ સારી રીતે જાણે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે કોઈપણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓના નામ અને મોબાઈલ નંબર સાથે આક્ષેપ લાગવતી ફરિયાદ નોટીસ બોર્ડ સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે પરંતુ તેની નોંધ છેક ગાંધીનગર રાજ્ય પોલીસ વડા સુધી પણ પહોંચી ચુકી છે એ વાત પણ નક્કર વાસ્તવિકતા છે. હાલ તો આવા ફરિયાદ નોટિસ બોર્ડની ગંભીરતા સરકારે કે રાજ્ય પોલીસવડા એ લીધેલી નથી.
પરંતુ જો આમ જ અમદાવાદ શહેર કે અન્ય કેટલાય શહેરમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમતા રહેશે તો આવનારા સમયમા વીજળીના થાંભલા પર એક બાજુ સત્તાધારી પક્ષનો ઝંડો હશે અને બીજી બાજુ આ પ્રકારનાં નોટિસ બોર્ડ ચોંટાડેલા કે લટકાવેલા હશે તો તેમાં કોઈ નવાઈની વાત નથી અને જ્યારે આવું થશે ત્યારે સરકારની છબી પર કલંક લાગશે તે સંપૂર્ણ હકીકત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.