યુપી(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki)માં એક દબંગ બનેલા નેતાએ ટ્રાફિક જવાન(Traffic Jawan)ના પગ પર કાર ચડાવી દીધી. આટલું જ નહીં, દબંગ બનેલા નેતા ટ્રાફિક જવાન પર જ પોતાનો રોફ જડતા જોવા મળ્યા. કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો(Video) પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો. જેમાં દબંગ બનેલા નેતા ટ્રાફિક જવાનને કહેતા જોવા મળે છે કે, મારી સાથે બદતમીજીથી વાત કરીશ…’ જોકે, બાદમાં એક પોલીસકર્મી દબંગ નેતાને સ્થળથી થોડે દૂર લઈ જાય છે.
View this post on Instagram
મહત્વનું છે કે, રામનગર વિસ્તારમાં આવેલા લોધેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારના કારણે ભારે ભીડ હતી. આથી ટ્રાફિક જવાન ફિરોઝ આલમની ફરજ ચોકી ઘાટ પાસેના મદના બેરિયર પર હતી. આ દરમિયાન બ્લોક પ્રમુખ લખેલી કાર લઈને આવતા એક દબંગ નેતાએ કોન્સ્ટેબલના પગ પર કાર ચડાવી દીધી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, મદના ગામના રહેવાસી હરિહર સિંહ બ્લોક પ્રમુખ લખેલી કારમાં દબંગાઈ કરતા આગળ જવાની કોશીશ કરતા હતા. આમ કરતાં ટ્રાફિક જવાન ફિરોઝ આલમે તેને આગળ જવાની ના પાડી. જેમાં દબંગ નેતાનો પિત્તો છટક્યો હતો.
ટ્રાફિક જવાન ફિરોઝ આલમને રામનગર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં પગમાં ગંભીર ઈજાને જોતા તબીબો દ્વારા તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક દબંગ નેતા હરિહર સિંહ ભૂતપૂર્વ પોલીસકર્મી હોવાનું કહેવાય છે.
રામનગર પોલીસ સ્ટેશનની પોલીસનું કહેવું છે કે ટ્રાફિક જવાન દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. જાણકારી મળવા પર કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં અધિક પોલીસ અધિક્ષક પુરેન્દ્ર સિંહનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દોષિતોને છોડવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.