6 year old girl was raped in Vapi: રાજ્યના વાપી તાલુકાના ડુંગરી ફળિયામાં રહેતી 6 વર્ષીય બાળકીને ચોકલેટ ખવડાવવાના બહાને એક આધેડ તેને એકાંત જગ્યાએ લઇ ગયો હતો. અને હવેતે જગ્યાથી તેનું મૃતદેહ મળી આવ્યું છે. અને તેના કારણે પોલીસ દોડતી થઇ ગઈ છે. નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોએ કુંવારિકા કન્યાનું પૂજન કરીને નારી અને આધ્ય શક્તિની આરાધના કરી હતી. વાપીના ડુંગરા વિસ્તારમાં એક નરાધમ રાક્ષસે માસૂમ બાળકીને(6 year old girl was raped in Vapi) પોતાની હવસનો શિકાર બનાવીને પીંખી નાંખવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે.
વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં માતા, મામા અને દાદા-દાદી સાથે રહેતી 6 વર્ષીય મુસ્લિમ પરિવારની દીકરી સોમવારે સવારે ઘરેથી અચાનક ગુમ થઇ જતા પરિવારના લોકો તેની શોધખોળ હાથ ધરી હતી. કોઇ જગ્યાએ તે મળી ન આવતા ડુંગરા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારપછી પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે બાળકી જે મકાનમાં ભાડેથી રહેતી હતી તે ચાલીમાં લગાવેલા CCTV કેમેરામાં ચકાસણી કરતા એક આધેડ હાથ પકડી બાળકીને સાથે લઇ જતા તેમાં કેદ થયો હતો. જેથી પોલીસે દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ જતા માર્ગ પર તપાસ હાથ ધરી હતી.
મોડી સાંજ સુધી કોઇ ખબર ન મળતા આખરે મોડી રાત્રે 1.30 કલાકે બાળકીનું મૃતદેહ કરવડ પાટિયા મોરા વિસ્તારમાં એક ખાલી પ્લોટના ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને ફોરેન્સિક ચકાસણી માટે સુરત મોકલી અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાળકીનું અપહરણ કર્યા પછી આધેડે કથિત દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હોવાની માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ બાળકીએ પહેરેલી લેગીન્સથી તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાત્રે જિલ્લા ACP ડો. કરનરાજ વાઘેલા ની ટીમ દોડી આવી હતી. ચાલીમાં લાગેલા CCTV કેમેરામાં અંદાજે 55થી 60 વર્ષનો આધેડ પીડિતા બાળકીને લઇ જતો જોવા મળ્યો છે.
પીડિતાના પિતાના મોત બાદ માતા દિલ્હીથી વાપી રહેવા માટે આવી હતી
મૃતક બાળકીના પિતા બે મહિના પહેલા બીમારીના કારણે દિલ્હી ખાતે મોતને ભેટ્યા હતા. ત્યારપછી તેની માતા પુત્રીને સાથે લઇ એક મહિના પહેલા જ વાપી ડુંગરી ફળિયા ખાતે રહેતા ભાઇ અને માતા-પિતા પાસે રહેવા માટે આવી ગઈ હતી. પીડિતા હાલ તેમના મામાને ત્યાં રહેતી હતી. જ્યારે મામા છૂટક મજૂરી કામ કરે છે. મંગળવારે રાત્રિ સુધી આરોપીની કોઇ કડી મળી ન હતી.
આરોપીએ અપહરણ પહેલા પૂર્વ તૈયારી કરી હતી
અપહરણ સમયે બાળકી બૂમાબૂમ ન કરે તે માટે આરોપી છેલ્લા 5 દિવસથી બાળકી સાથે મિત્રતા કરી રહ્યો હતો. બાળકીને નજીકની દુકાનમાંથી ચોકલેટ, વેફર વગેરે ખાવાની વસ્તુ આપતો હોવાથી બાળકી સાથે તેની મિત્રતા થઈ હતી. જેથી બાળકીના અપહરણ વખતે કોઈ સમસ્યા ન સર્જાય તે મુજબનો પ્લાન બનાવી બાળકીનું અપહરણ કર્યું હતું.
આરોપીને શોધવા 50 ટીમ કામે લાગી
6 વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરવાના કેસમાં વાપી ડુંગરા પોલીસ, LCB, SOG, નાનાપોંઢા પોલીસ સહિત કુલ 50થી વધુ અધિકારીઓ અને તેમની ટીમ આરોપીને પકડવા માટેની તપાસ શરુ કરી દીધી હતી. આરોપી સ્થાનિક ન હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તે દુકાને લઇ જઇ ચોકલેટ ખવડાવતો
હું અને શબાના ચાલીના અન્ય બાળકો સાથે રોજ રમવા માટે રોડ પર જતા હતા. CCTVમાં શબાનાને સાથે લઇ જતો આ યુવક રોજ તેને દુકાનથી ચોકલેટ અને વેફર લઇ ખવડાવતો હતો. સતત ચાર દિવસથી તે શબાના પાસે આવતો હતો અને તેની સાથે બેસી વાતચીત કરતો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube