દિવાળીના તહેવાર પર ગુજરાત ST નિગમને મળી વધુ 40 બસો, વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી કરી શરૂઆત

GSRTC New Bus News: હવે થોડાક જ દિવસોમાં તહેવારો શરુ થઈ રહ્યા છે,તે દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ ભેટમાં મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2×2 બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો(GSRTC New Bus News) શામેલ થઇ રહી છે. આ સાથે UPI થી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી શરુ કરવામ આવશે.

ST નિગમને મળી વધુ 40 બસ
આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હાથે ST નિગમને વધુ 40 બસ ભેટમાં મળી છે. મળતી માહિતી અનુસાર આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15 અને મહેસાણાને 7 બસ ફાળવામાં આવી છે. આ સાથે બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, UPIથી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી શરુ કરી દેવામાં આવ્યું છે.

શું કહ્યું હર્ષ સંઘવીએ ?
અને કાર્યક્રમમાં ઉપસ્થિત વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ કરવામાં આવી છે. આવનારા એક વર્ષમાં વધુ 2 હજાર બસો લાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું છે કે, ગુજરાતના નાગરિકોની સેવામાં ST નિગમને સફળતા મળશે. ST નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ મળી રહશે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે, નવા 2 હજાર UPI મશીન આપવામાં આવી રહ્યા છે. જેથી હવે સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. આ સાથે તેમણે કહ્યું છે કે, ફરવાલાયક સ્થળો પર ST વિભાગની કનેક્ટિવિટી વધારાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *