આંખના પલકારામાં જવેલર્સ માંથી સોનું ગાયબ કરી ફરાર થઇ ત્રણ મહિલા, વિડીયો જોઈ કહેશો- ‘ગજબ ટોપીબાજ છે’

તહેવારોની સિઝન ચાલુ થતા જ જવેલર્સ (Jewellers) માં લોકોની મસમોટી ભીડ ઉમટી છે. આ દરમિયાન ચોર લૂંટારુંઓ ને હાથ સાફ કરવા મોખરું મેદાન મળ્યું છે. તેવામાં બારડોલી (Bardoli) ના એક જવેલર્સ માં ચોરી (Theft) ની ઘટના સામે આવી છે. ચોરી કરનાર માસ્ટર માઈન્ડ ત્રણ મહિલાઓએ મોઢામાં સોનાની જળ મૂકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતી અનુસાર, બારડોલીમાં પોલીસ સ્ટેશનની સામે જ આવેલા બાલકૃષ્ણ જવેલર્સમાં ત્રણ મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ હતી. જ્યારે સીસીટીવી તપાસીયા ત્યારે માસ્ટર માઈન્ડ મહિલાઓની આ કરતૂતો જ સામે આવી હતી. દિવાળીને થોડા જ દિવસો બાકી છે, ત્યાં વિવિધ દુકાનોમાં નાની મોટી ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી છે. ત્યારે બારડોલી ના લીમડા ચોક વિસ્તારમાં આવેલી જવેલર્સ શોપમાં થોડા દિવસે બપોરના ત્રણ વાગ્યે ત્રણ જેટલી મહિલા સોનુ ખરીદુ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, મહિલાઓએ નાકમાં પહેરવાની જળ બતાવવાનું કહ્યું. તે સમયે દુકાનમાં હાજર બાદલ કોકણી નામના યુવકે મહિલાઓને સોનાની જળ બતાવી હતી. વીડિયોમાં જોઈ શકો છો કે, આંખના પલકારામાં મહિલાઓએ સોનાની જળ મોઢામાં મૂકી દીધી હતી. જેની સામે રહેલા યુવકને પણ કોઈ જાણ હતી નહીં.

જ્યારે શંકા ગઈ ત્યારે યુવકે તાત્કાલિક દુકાનમાં લગાવેલા સીસીટીવી તપસ્યા હતા. ત્યારે આ મહિલાઓની કરતૂતો સામે આવી હતી. તે સમયે મહિલા આજુબાજુની દુકાનોમાં હતી. અને યુવકે તે દુકાનદારોને જાણ કરી મહિલાને ઝડપી લીધી હતી. અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

મામલાની તપાસ કરી પોલીસે આ ત્રણે મહિલાઓની અટકાયત કરી છે. પૂછપરછ અને તપાસ દરમિયાન મહિલાઓના મોઢામાંથી ચાર સોનાની જળ મળી આવી હતી. તેમજ બીજી બે સોનાની જળ અને એક સોનાની વાળી મળી આવી હતી. ત્યારબાદ ત્રણેય મહિલાઓની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *