હાલમાં એક પછી એક જાહેરમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી જન્મદિવસની ઉજવવાના વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન બારડોલી નગરમાં પણ એક યુવાનનો જાહેરમાં વર્ષગાંઠ ઉજવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવાન આશીયાના નગરનો રહીશ તોરીક મેમણે હોવાનું સામે આવ્યું છે.
જેણે પોતાના જન્મદિવસની બારડોલીના અલંકાર નજીક આવેલ લિંકરોડ ખાતે જાહેરમાં ઉજવણી કરી હતી. આ અંગે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા તોરીકની ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, પહેલા તો યુવાનો અલંકાર નજીક ભેગા થયા ત્યારબાદ લિકરોડ પર મહિન્દ્રા થાર ગાડીમાં જોરજોરમાં ગીતો વગાડી આટા ફેરાઓ માર્યા હતા.
ત્યારબાદ જાહેર માર્ગ પર ગાડીના બોનેટ પર કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો બારડોલી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એક બાજુ જયારે પોલીસ જાહેરમાં 20થી વધુ લોકો એકત્ર થતા હોય ત્યાં કાયદેસર કાર્યવાહી કરે છે.
આ દરમિયાન ગઈકાલે મધરાત્રીએ ગામમાં જાહેર માર્ગ પર ટોળું કરી વર્ષગાંઠ ઉજવનાર આવા યુવાન સામે પોલીસ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં બૂટલેગરો દ્વારા જાહેરમાં કેક કાપીને ઉજવણી કરવાના વીડિયો સામે આવવા સામાન્ય વાત છે. પરંતુ હવે તો નેતાઓ અને પોલીસના પણ વીડિયો સતત સામે આવી રહ્યા છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.