મધ્યપ્રદેશ: બાળકને મોટા કરવા માટે ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. ઘણીવાર બાળકો રમત રમતમાં એવું કરી બેસે છે કે, આપણે મુશ્કેલીમાં મુકાઇ જઈએ છીએ. આવી જ એક મુશ્કેલીમાં એક માતા પિતા પર આવી પડી હતી. એક 14 મહિનાની બાળકી રમતા રમતા એક બેટરી ગળી ગઈ હતી. જયારે તેના માતા પિતાને ખબર પડી ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઈને ગયા હતા. ત્યારબાદ દીકરીનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે. જ્યાં એક 14 મહિનાની બાળકીએ રમકડામાં લગાવવામાં આવેલી બેટરી ગળી ગઈ હતી અને પછી એ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે. વધારે ચિંતાની વાત તો ત્યારે થઇ જયારે એ દીકરીના પેટમાં ઉતરી ગયેલ બેટરી ફાટે છે.
એ બેટરી ફાટવાને કારણે બેટરી તેના આંતરડામાં ફસાઈ જાય છે અને પછીએ ભાગમાં ઇન્ફેક્શન થવા લાગે છે. માતા પિતાએ હોસ્પિટલ જઈને બધી તપાસ કરાવી ત્યારે ડોક્ટરને ખબર પડી કે બાળકી બેટરી ખાઈ ગઈ છે. એટલું જ નહીં, એ પેટમાં ફાટી પણ ગઈ છે. ઓપરેશન પછી એ બેટરીને કાઢી નાખવામાં આવી છે અને જે જગ્યાએ ઇન્ફેક્શન થયું હતું. એ આંતરડાનો ભાગ પણ કાઢવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.